ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

22 ઑક્ટોબર, 2015

આજે 12 વાગ્યા સુધી નોમ પછી દશેરા, જાણો કેટલો શુભ રહેશે તમારો દિવસ

મેષ : સામાજિક-કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.

વૃષભ : મનનો પરિતાપ અને રુકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સહજ. પ્રવાસ ફળે.

મિથુન : પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્િથક સમસ્યાને સૂલઝાવી શકશો. વિવાદ ટાળજો.

કર્ક : આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.

સિંહ : શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યાવસાયિક બાબતોનો હલ મળે.

કન્યા : ધીરજનાં ફળ મીઠાં ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસ.

તુલા : આપના જમીન, જાગીર, વેપાર-ધંધાનાં કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઊભા થતાં લાગે.

વૃશ્ચિક : આર્થિક-વ્યાવસાયિક બાબતો ગૂંચવાયેલ હોય તો ઉકેલ આવશે. કૌટુંબિક કાર્ય સફળ બને.

ધન : મનના મનોરથને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે. ઉતાવળ અને આળસ ત્યજવા પડે.

મકર : પ્રતિકૂળતાભર્યા સંજોગો લાગે તો પણ હિંમત ન હારશો. ઈશ્વર જરૃર મદદરૃપ થાય.

કુંભ : અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે. પણ સારું તો અવશ્ય જોઈ શકશો.

મીન : લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો. આર્િથક ચિંતા દૂર થાય. કુટુંબ ક્લેશ ટાળજો.

પંચાંગ:

સૂર્યોદયાદિ    સૂર્યોદય   નવકારશી   સૂર્યાસ્ત
અમદાવાદ    ૬-૪૦   ૭-૨૮      ૧૮-૦૭

દિવસનાં ચોઘડિયાં :  ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

નવરાત્રિ સમાપ્ત, વિજયાદશમી-દશેરા, આયુધ-શમી પૂજન, બુદ્ધ જયંતી, પંચક ક. ૨૪-૪૯થી
વિક્રમ સંવત : ૨૦૭૧, આસો સુદ નવમી, ગુરુવાર, તા. ૨૨-૧૦-૨૦૧૫.
વીર (જૈન)  સંવત : ૨૫૪૧.
શાલિવાહન શક : ૧૯૩૭.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૭.
રાષ્ટ્રીય દિનાંક :  ૩૦-આશ્વિન.
પારસી માસ : ખોરદાદ. રોજ :  ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ :  મહોરમ. રોજ :  ૮.
દૈનિક તિથિ :  સુદ નવમી ક. ૧૧-૫૮ સુધી.
ચંદ્ર નક્ષત્ર :  શ્રવણ ક. ૧૩-૨૮ સુધી પછી ધનિષ્ઠા.
ચંદ્ર રાશિ  :  મકર ક. ૨૪-૪૯ સુધી પછી કુંભ
જન્મ નામાક્ષર  :    મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ :  કૌલવ/તૈતિલ/ગર.
યોગ :   શૂળ ક. ૧૬-૫૩ સુધી પછી ગંડ.

વિશેષ પર્વ :  નવરાત્રિ સમાપ્ત. * આજે ક. ૧૧-૫૮ સમયે નવમી તિથિ સમાપ્ત થતાં દસમ-વિજયાદશમી શરૃ થાય છે. આ દસમ તિથિ આવતીકાલે શુક્રવારે સવારે ક. ૦૯-૫૧ સુધી જ છે તેથી અપરાહ્ન કાળ (મધ્યાહ્નથી સૂર્યાસ્ત દરમિયાન) દસમ તિથિ ગુરુવારે-આજે હોવાથી વિજયાદશમી આજે છે. વિજયાદશમી-દશેરા. આયુધ-શસ્ત્ર- શમી પૂજન. બુદ્ધ જયંતી. મન્વાદિ. પંચક મોડી રાત્રે ક. ૨૪-૪૯થી શરૃ થશે. * રવિયોગ અહોરાત્ર. * કૃષિ જ્યોતિષ : આજે શમી-ખીજડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. પશુ લેવડદેવડ તથા તમામ ખેતીકાર્યો માટે શુભ દિવસ. રાહુકાલ :  દિવસે  ક. ૧૩-૩૦  થી  ૧૫-૦૦.

21 ઑક્ટોબર, 2015

નવરાત્રિના અંતિમ દિવસે, સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવા કરો માં સિદ્ધિદાત્રીની પૂજા

દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં નવમું સ્વરૂપ 'સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપોમાં એ નવમ્ અને અંતિમ છે. યોગીઓ નવમાં દિવસે પોતાના મનને 'જીહ્વા’ માં સ્થિર કરે છે. નામ મુજબ જ આ દેવી સર્વ સિદ્ધિની દાયક છે. ભગવાન શિવજીએ પણ આ દેવીની કુપાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તેમની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર નારી સ્વરૂપ થયું. અને ભગવાન અર્ધનારીશ્વર કહેવાયા. તેમની સાધના અને ઉપાસનાથી સાધકનાં કઠીનમાં કઠોર કાર્યો પણ સિદ્ધ થાય છે.

હિ‌માલયમાં નંદા પર્વત ઉપર તેમનું સિદ્ધ તિર્થ છે. અણિમાં, મહિ‌માં, ગરિમાં, લધિમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, અને વશિત્વ આ આઠ સિદ્ધિઓનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનાં આ સ્વરૂપની ઉપાસના કરવાથી આઠેય સિદ્ધિઓ મેળવવા સાધક ભાગ્યશાળી બને છે. શંખ, ચક્ર, ગદા અને કમળનું પુષ્પ ચાર ભુજામાં ધારણ કરીને સિંહ ઉપર સવારી કરે છે. ઘણી વખત તે કમળનાં પુષ્પ ઉપર પણ આસન ગ્રહણ કરે છે. માતાના ચરણોમાં શરણાગત ભાવથી એકાગ્ર થઇને માતા ની ઉપાસના કરવાથી સંસારની અસારતાનો ભાસ થાય છે અને અભય પદની પ્રાપ્તિ થાય છે.

અનુષ્ઠાન કરનારા સાધકો માટે આ નવમો (અંતીમ) દિવસ છે. નવમા દિવસનાં સ્વરૂપનો માતાજીની ભકિતનો મંત્ર નીચે મુજબ છે.

માતાજીની નિષ્કામ ભકિત માટે:

सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना यदा भूयात् सिद्धिदा सिद्धिदायनी

18 ઑક્ટોબર, 2015

યોગ્ય કેરિયરની પસંદગી કરવી હોયતો જન્મ તારીખને આધારે કરો

જો તમે 29 તારીખે જન્મ્યા હો તો તમારો બર્થ નંબર એટલે કે જન્માંક 2+9 = 11 અને પછી તેનો પણ સરવાળો 1+1 = 2એટલે કે તમારો જન્માંક નંબર ૨ છે. અંકો માનવજીવનની ઘણી બધી બાબતોને સ્પર્શે છે. તેમાંથી એક છે કરિયરની યોગ્ય પસંદગી. જન્માંક નંબરને આધારે કરિયરના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકો છો. જન્માંક અને કરિયરના વિવિધ ઓપ્શન આ પ્રમાણે છે.

નંબર-1
જો તમારો બર્થ નંબર 1 હોય તો રચનાત્મક કાર્યો પ્રત્યે તમને વિશેષ આકર્ષણ રહેશે અને તમે હંમેશાં નવા વિચારોથી ભરેલા રહેશો. તમે ડિઝાઇનર, ગ્રૂપ લીડર, ફિલ્મમેકર કે સંશોધક તરીકે જરૂર સફળ થશો.

નંબર-૨
નંબર 2નો સંબંધ નૃત્ય, સંંગીત, કવિતા અને ગણિતનાં ક્ષેત્ર સાથે છે. જોકે, બધાં જ ક્ષેત્ર તમારા માટે ખૂબ સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. નંબર ૨ વાળી વ્યક્તિ મહાન સંશોધક પણ બની શકે છે.

નંબર- 3
ચંચળતા અને સાફ મન એ નંબર ૩ના વિશેષ ગુણ છે. કમ્યુનિકેશન અને મનોરંજન એવાં ક્ષેત્ર છે જેમાં તમે પ્રયત્ન કરી શકો છો. એક્ટિંગ, મ્યુઝિક, રાઇટિંગ, જર્નાલિઝમ વગેરે તમારા માટે કરિયર ઘડવાના સારા વિકલ્પ છે. તમે ફેશન ડિઝાઇન અને મોડેલિંગ અંગે પણ વિચારી શકો છો.

નંબર-4

જો તમારો બર્થ નંબર ૪ હશે તો તમે દરેક બાબતમાં વ્યાવહારિક, દૃઢ નિશ્ચયી અને આત્મશક્તિ ધરાવનાર વ્યક્તિ છો. તમે એન્જિનિયર, બિલ્ડર, પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્િકટેક્ટ, ઇકોલોજિસ્ટ અથવા મિકેનિકના ક્ષેત્રમાં ધારી સફળતા મેળવી શકો છો અને આગળ વધી શકો છો.

નંબર-5
નંબર ૫ તમને એડવેન્ચર્સ બનાવે છે. તમારાં સપનાં સાકાર કરો અને એ રસ્તા પર ભૂલથી પણ ન ચાલશો જે રસ્તે તમે ચાલી ચૂક્યા છે. પત્રકારત્વ, પ્રકાશન, વિજ્ઞાપન, શેરબજાર, ટ્રાવેલ, લેખન અથવા એવિએશનનું ક્ષેત્ર તમારા માટે અતિ ઉત્તમ છે.

નંબર-6
જન્માંક ૬ના લોકોનો સમાજસેવા એ પ્રાકૃતિક સ્વભાવ છે અને સેવક હોવાને કારણે તમે અધ્યાપક, શિક્ષક, સામાજિક કાર્યકર, મેડિકલ પ્રોફેશનલ કે ડોક્ટર, કૂક અથવા સિવિલ સર્વન્ટના ક્ષેત્રમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સફળતા મેળવી શકો છો.

નંબર-7
જેનો બર્થ નંબર ૭ છે તેવા લોકો વધારે જ્ઞાાની હોય છે. તેમને વૈજ્ઞાાનિક, મનોચિકિત્સક, તપાસકર્તા, દાર્શનિક, જાસૂસ અથવા મિસ્ત્રી લેખક તરીકે વધારે સફળતા મળે છે. આ સિવાયના ક્ષેત્રમાં તેમને ધારી સફળતા મળતી નથી.

નંબર-8
નેતૃત્વ અને બીજા લોકોને પોતાના અનુરૂપ બનાવી દેવા એ જન્માંક નંબર ૮ના લોકોની વિશેષતા છે. તેઓ ખૂબ જ સારા સેલ્સમેન, બેન્કર, શેરબ્રોકર, મેનેજિંગ ડાયરેક્ટર અથવા એથ્લીટ બનાવે છે. આ ક્ષેત્રમાં તેઓ પોતાની નસીબ અજમાવીને કરિયરને ચમકદાર બનાવી શકે છે.

નંબર-9
જન્માંક નંબર ૯ના લોકોને માનવ મનની સારી સમજણ હોય છે અને તેઓ બીજા લોકોને પોતાની પ્રત્યે પ્રેરિત પણ કરી શકે છે. તેઓ લેક્ચરર, ફિઝિશિયન, વકીલ અથવા ચિત્રકારના ક્ષેત્રને પ્રાથમિકતા આપીને પોતાની કરિયરને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.

16 ઑક્ટોબર, 2015

૧૬ ઓક્ટોબરનું રાશિફળ

દિલીપભાઈ ત્રિવેદી

મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે.

વૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતા. લગ્નજીવન સુખમય બની રહે. વાદ-વિવાદોનો અંત આવી જશે.

મિથુન (ક, છ, ઘ)| શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ શેર-સટ્ટાકીય બાબતોમાં નવા રોકાણ થઇ શકે. દિવસ આનંદમય પસાર થઇ શકે. રોજગારીની તક મળી શકે.

કર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. ભાગ્યોદયની તક મળી શકે. રોજગારીની તક મળી શકે.

સિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ અટકેલાં કાર્યો પૂર્ણ થઇ શકે. માનસિક ચિંતા હળવી બની શકે. રોજગારીની તક મળી શકે છે.

કન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્ર રુચિ વધતી જણાય. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. માનસિક ચિંતા હળવી બને.

તુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાર્યક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે. રોજગારીની તક મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે.

વૃિશ્ચક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ વાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થઇ શકે. ચિંતા હળવી બને.

ધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ હિતશત્રુઓથી સંભાળવું. નાણાભીડ દૂર થઇ શકે. સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા.

મકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે. આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે.

કુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ નોકરી-વેપાર ક્ષેત્રે પ્રગતિ. વારસાગત િમલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. આરોગ્યની કાળજી રાખવી.

મીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઇ શકે. પ્રવાસનું આયોજન શક્ય. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.