ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

વાસ્તુશાસ્ત્ર

 • આ શાસ્ત્ર સંપૂર્ણ છે અને તે સમગ્ર જગત ને સુખ આપી શકે છે .
 • પૃથ્વી પર જીવવા માટે જરૂરી એવા ચારેય સુખોને તે આપી શકે છે.
 • આ શાસ્ત્ર નું જ્ઞાન વ્યક્તિ ને  દિવ્ય બનાવે છે.
 • આ શાસ્ત્ર  આપને પરમ સુખ દેશે  એવું દેવો નું કથન છે.
 • વસ્તુ શાસ્ત્ર નું જ્ઞાન અને જગત બંને અભિન્ન રીતે જોડાયેલા છે.
 • વસ્તુ શાસ્ત્ર ને અનુસરનાર માત્ર વિશ્વના જ સુખો નહિ,પણ સ્વર્ગીય આનંદ નો અનુભવ કરી શકે છે.
 • "ઘરમાં બરકત વધારવા આટલુ કરો"
  એવુ માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં રોજ ઈશ્વરની પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. એ દિશાથી બધી ઉર્જા ઘરમાં વરસે છે.

  કોઈપણ ઘરના વાસ્તુમાં ઈશાન ખૂણો મતલબ ઉત્તર-પૂર્વી ખૂનાનુ ખૂબ મહત્વ છે. વાસ્તુ મુજબ ઈશાન ખૂણો સ્વર્ગનો માર્ગ કહેવાય છે.

  ઈશાન સાત્વિક ઉજાઓનુ મુખ્ય સ્ત્રોત છે. કોઈપણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડુ ક્ષેત્ર છે.
  વાસ્તુ પુરૂષનુ માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ રહેશે, તેના રહેવાસીઓને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તેથી ઈશાન ખૂણામાં કોઈ પ્રકારનો કટાવ કે વિસ્તાર ન હોવો જોઈએ. સાથે જ આ ખૂણામાં સંડાસ હોય તો આર્થિક નુકશાનનો સામનો કરવા ઉપરાંત ઘરની સ્ત્રીઓનુ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

  ઈશાન ખૂણાના અધિપતિ શિવને માનવામાં આવ્યા છે. વાસ્તુ મુજબ એવી માન્યતા છે કે જે ઘરમાં આ ખૂણાની સાફ સફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ ઉત્તર પૂર્વ ખૂણામાં જ ભગવાનનુ સ્થાન બનાવવામાં આવે છે, તેઓ આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. પાછળથી આ ઉર્જા સમગ્ર ઘરમાં પ્રસરી જાય છે. ઉર્જાનુ સંતુલન બનાવી રાખવા માટે અને આ ખૂણાની સફાઈનુ ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા બરકત  રહે છે.
  ઘરની સુંદરતા વધારવા માટે મની પ્લાટન્સ લગાડવા જોઇએ. આ શુક્રના કારક ગ્રહ છે. મની પ્લાન્ટ લગાડવાથી પતિ- પત્નીના સંબંધ મધુર થાય છે.
  ફેંગશુઇ અનુસાર વાંસના છોડ સુખ- સમૃદ્ધિનાં પ્રતીક હોય છે.
  ૩ - પરિવારમાં જો કોઇ બીમાર હો તો તેની આસ-પાસ તાજા ફૂલ રાખવા શુભ છે પરંતુ રાતે તે ત્યાંથી હટાવી દેવા જોઇએ.
  ૪ - ગુલાબ, ચંપા અને ચમેલીના છોડ માનસિક તણાવ અને ડિપ્રેશનને ઓછું કરે છે તેથી તેને લગાડવું સારું રહેશે.
   ૫ - શયન કક્ષના નૈઋત્ય કોણમાં ટેરાકોટા કે ચિનાઇ માટીના ફૂલદાનીમાં સૂરજમુખીના ફૂલ લગાડી શકાય છે. સૂરજમુખીના છોડ મનમાં ઉલ્લાસ ભરી દે છે.
  ૬ - છોડ અને ફૂલોનો ઉપયોગ કરીને ઘરના ખુણાઓ અને અસમતલ જમીનને ઢાંકવા માટે પણ કરી શકાય છે.


  ઘરમાં વારંવાર થતા વિવાદો અને કંકાસને કારણે ઘરની સુખ-શાંતિ તો નષ્ટ થાય છે પણ તે સાથે ઘરમાં આવતી લક્ષ્મી પણ રિસાઇ જાય છે. ઘરનાં સભ્યો વચ્ચે થતાં વારંવાર મતભેદો અને કંકાસ પાછળ વાસ્તુદોષ પણ કારણ હોઇ શકે છે.
  ૧ - વાસ્તુ અનુસાર રસોઈઘરમાં દેવસ્થાન ન હોવું જોઈએ.
  ૨ - બેડરૂમમાં ભગવાનનું ચિત્ર અથવા ધાર્મિક મહત્વની વસ્તુઓ ન મૂકવી જોઈએ.
  ૩ - ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક આકૃતિ લગાવવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે.
  ૪ - ઘરમાં ઊર્જાત્મક વાતાવરણ બનાવવામાં સૂર્યનાં કિરણોનું વિશેષ મહત્વ છે.એટલા માટે ઘરની આંતરિક સુવિધા એવી હોવી જોઈએ કે જેથી ઘરમાં સૂર્ય પ્રકાશ પ્રવેશી શકે.
  સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉત્તર- પશ્ચિમ દિશામાં પાણીનો કળશ અવશ્ય રાખવો જોઈએ.
  ૫ - ઘરમાં કળશ અને જો અશાંતિનું વાતાવરણ કાયમ રહેતું હોય તો ડ્રોઈંગ રૂમમાં ફૂલોનો ગુલદસ્તો (બુકે) રાખવો જોઈએ.


  ૧ - જો તમે પોતાના દામપત્ય જીવનને સુખમય બનાવવા માગો છો તો બેડરૂમમાં ફ્લાવર પોટ ચોક્કસપણે રાખો. પરંતુ તેની સફાઈ રોજે-રોજ કરો. સફાઈ ન કરવાથી દામપત્ય જીવનમાં ખટાશ આવી શકે છે.
  ૨ - બેડરૂમ પતિ-પત્ની માટે ખાસ જગ્યા હોય છે તેથી તમે કપલ ફોટો લગાવી શકો છો પણ પગ તરફ ન લગાવો.
  ૩ - બેડરૂમમાં હલકી અને સુંદર લાઈટ વ્યવસ્થા હોવી જોઈએ.
  ૪ - જ્યાં સુધી બને તો બાહરની દિવાલો ઉપર વોટર પ્રૂફ કલરનો ઉપયોગ કરો.
  ૫ - ઘરની બહાર ખુલ્લા સ્થાનો ઉપર સીમેન્ટેડ ગમલા-કૂંડા કે ફૂલો કે વેલ ઊગાડો.
  ૬ - રસોઈ ઘરના દરેક ખૂણામાં પ્રકાશની ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ.
  ૭ - પેન્ટિંગ દીવાલોના ખાલીપણાને દૂર કરે છે. બેડરૂમ અને ભોજનકક્ષમાં હલકા રંગની પેન્ટિંગ લગાવો