ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

13 સપ્ટેમ્બર, 2015

શિવસંકલ્પથી જીવનયાત્રા ચાલતી રહે એ જ ફળશ્રુતિ

શિવસંકલ્પથી જીવનયાત્રા ચાલતી રહે એ જ ફળશ્રુતિ

આજે શ્રાવણ વદ અમાસ. પવિત્ર શ્રાવણમાસની પૂર્ણાહૂતિનો દિવસ. પ્રત્યેક શ્રદ્ધાળુ માટે શ્રાવણ શિવ ઉપાસના દ્વારા ભક્તિનું ભાથું બાંધવાનો સમય હોય છે, જે તેમના માટે સંભારણું બની રહેતો હોય છે. સનાતન ધર્મમાં શિવસંકલ્પથી આરંભાતી જીવન યાત્રાની વાત આવે છે, જે શ્રાવણનાં પરિપ્રેક્ષ્યમાં અદ્‌ભૂત રીતે વણાયેલી છે.

શિવ એટલે સ્વયંસિદ્ધ, સ્વયં પ્રકાશી કે કલ્યાણક, વૈદિક સનાતન ધર્મનો અમર સંદેશ છે - તન્મે મન : શિવ સંકલ્પમસ્તુ. જેનો સરળ અર્થ થાય છે - હે ભગવાન મારા મનને કલ્યાણથી ભરી દો. વૈદિક સનાતન ધર્મમાં ઋષિ-મુનિઓએ સાર્થક શિવસંકલ્પથી આરંભાતી ભૌતિક શિવમંદિરો કે અન્ય સંપ્રદાયોની યાત્રાને પ્રતીકાત્મક રીતે સમાજમાં માર્ગદર્શિત કરેલી છે. આ યાત્રાથી કે ભક્તિભાવથી જીવનયાત્રાનાં અસ્તિત્વને સુરેખિત કરવાના સંસ્કાર સાંપડે છે. શિવજીની ઉપાસનાથી શિવસંકલ્પની શીખ મળે છે અને તેને આત્મસાત્ કરવામાં આવે તો જીવનની સાર્થકતા સધાય તેવી માર્ગદર્શિકાઓ દૃષ્ટાઓએ પ્રચલિત કરેલી છે.

ભારતીય ધર્મગ્રંથો પ્રમાણે પિંડ અને બ્રહ્માંડ (યુનિટ અને યુનિવર્સ) એમ બંને શિવસંકલ્પથી આરંભિત યાત્રાના પરિણામે સર્જાયેલા હોય છે. 'શિવસંકલ્પ' મુખ્યત્વે બે શબ્દોના સમાયોજનથી ઘડાયો છે, જેમાં 'શિવ' એટલે કલ્યાણકર્તા આધાર. 'સંકલ્પ' શબ્દ કલૃપ્ ધાતુ પરથી મળેલ શબ્દ છે, જેનો અર્થ થાય છે થવા ક્ષમનું થવું તે, 'જે થવું તે'. જે થાય તે સર્વ ઉષ્માગતિવિદ્યા (થર્મોડાયનેમિક્સ)થી સર્જાય છે.

થર્મોડાયનેમિક્સનું મૂળ ઈલેક્ટ્રો મેગ્નેટિક પોટેન્શિયલ પરિકલ્પિત છે. 'સંકલ્પ'નો અર્થ થવાક્ષમ શકયતાનું સ્વયં સંપૂર્ણ ઉષ્માતિવિદ્યાથી થવું અને અનંત થયે જવું. આમ શિવસંકલ્પ તે અસ્તિત્વનું કલ્યાણક મૂળ છે. અભિવ્યક્તિ જે પ્રેરે તે હંમેશા 'શિવ' હોય અને તેથી તેને 'શિવસંકલ્પ' કહેવાય. તમામ અભિવ્યક્તિઓ જેના થકી સ્વયં કેવી રીતે ઘડાય તેની વૈજ્ઞાનિક અને છણાવટપૂર્વક રજૂઆત 'શિવસંકલ્પ' ઉપનિષદ'માં કરવામાં આવી છે.

ભારતીય ધર્મગ્રંથોમાં શિવસંકલ્પોનષિદનાં કુલ છ મંત્રો દ્વારા શિવસંકલ્પમય જીવનયાત્રાની શીખને આદર્શ રીતે વણી લેવામાં આવી છે. આ મંત્રોમાં એક જ કામના વ્યક્ત કરી છે કે મારુ મન જે આટલું ચંચળ છે, તે શિવસંકલ્પવાળું થાઓ. શિવસંકલ્પ થવું એટલે મનને નિયંત્રિત કરવું, જ્યાં ત્યાં ભટકતા મનને રોકવું અને પરમાર્થ તર‌ફ વાળવું. આ સંકલ્પ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે મન દરેક અવસ્થામાં પોતાને પ્રકાશના અંશ રૂપે જુએ. અંતમાં પ્રત્યેક શ્રદ્ધાળુ વાચકનું જીવન શિવસંકલ્પ બને તેવી ભગવાન શિવને પ્રાર્થના . ઓમ્ નમ: શિવાય.