ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

13 સપ્ટેમ્બર, 2015

પખવાડિયામાં બે ગ્રહણની અસર : સત્તાધારીઓ માટે કપરો સમય

પખવાડિયાની અંદર બે ગ્રહણ થઇ રહ્યાં છે, જે સત્તાધારીઓ માટે કપરો સમય બની રહેશે, એવું જ્યોતિષશાસ્ત્રજ્ઞાતા માની રહ્યાં છે. આ અંગે મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં પખવાડિયાના અંતરે બે ગ્રહણો આવે છે. તા. ૧૩મી સપ્ટેમ્બરે પ્રથમ સૂર્યનું ગ્રહણ થશે. સૂર્યની પોતાની સિંહ રાશિમાં થનારું આ ગ્રહણ આપણા દેશમાં દેખાવાનું નથી. જે ગ્રહણ આપણા પ્રદેશમાં દેખાવાનું ન હોઈ તેને પાળવાનું પણ રહેતું નથી. બીજું ચંદ્રગ્રહણ તા.૨૮મીના રોજ થશે. આ ગ્રહણ મુખ્યત્વે રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ગોંડલ અને દ્વારિકામાં ચંદ્રગ્રહણ દેખાશે. આ ઉપરાંત, કચ્છમાં ભૂજ અને તેની આસપાસના પ્રદેશોમાં પણ ચંદ્રગ્રહણ દેખાશે.

તેમણે ગ્રહણોની રાજકીય અસર અંગે જણાવ્યું કે ગુજરાતમાં સત્તાધારી પક્ષે ભીંસમાં મૂકાવું પડે, કેન્દ્રની નારાજગીનો સામનો કરવો પણ પડી શકે છે. જ્યારે સત્તાધારી પક્ષમાં અસંતુષ્ટોનો ગણગણાટ જોવા મળશે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ સત્તાધારી પક્ષે વિવાદોમાં ન સપડાઇ જવાય તેનાથી સંભાળવું પડે.

તેમણે કહ્યું કે ગ્રહણની અસરો અંગે સામાન્ય વિચાર કરીએ તો સૂર્યગ્રહણની કેટલીક વૈશ્વિક અસરો જણાશે, જેના કારણે વિશ્વમાં કેટલાંક સ્થળે ગભરાટનું વાતાવરણ ઊભું થતું જોવા મળશે. 'મા-ભોમને છોડીને ભાગવાની ઇચ્છા થાય' એવા બનાવો કેટલાક પ્રદેશોમાં જોવાશે. ખાસ કરીને અનાર્ય દેશોની જનતા ભયના ઓથાર નીચે ફફડતી દેખાશે. આતંકનો પર્યાય બની ગયેલી સંસ્થાઓનું બેફામ વર્તન જોઈને આખું વિશ્વ દંગ રહી જશે.

ઘર આંગણાનો વિચાર કરીએ તો ૨૮મી સપ્ટેમ્બરના થનાર ચંદ્રગ્રહણની અસરોનો કંઈક અંશે આપણે ત્યાં અનુભવ થશે. આ ગ્રહણ મીન રાશિમાં થનાર છે. મીન એટલે 'માછલી.' માછલીની ચંચળતા કેવી હોય તેનો અનુભવ આ ગ્રહણ કરાવશે. ખરેખર તો ચંચળતાનું રૂપાન્તર પાગલપણામાં થતું જણાશે. આ ચંચળતા ઉન્માદનો પર્યાય બનીને રહી જાય એવી સંભાવનાઓ પણ ઊભી થશે. શાસકો અને પ્રજાની ખેંચાખેંચીમાં સહન કરવાનું તો પ્રજાના ફાળે જ આવશે.

તેમણે કહ્યું કે ચંદ્રગ્રહણની વ્યાપક અસરોનો તાગ મેળવીએ તો ગુજરાતમાં ક્યાંક ક્યાંક ભૂકંપના આંચકાની સંભાવના નકારી શકાય નહીં. કુદરતી નુકસાનીઓ પણ જોવાની આવે. પ્રજાનો મૂડ વિદ્રોહી બને, મોંઘવારી નવા આયામો ધારણ કરે.

ચંદ્રગ્રહણ કઈ રાશિ માટે કેવું? જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ ચંદ્રગ્રહણની અસરો અંગે બારેય રાશિનાં જાતકો માટે કેવી રહેશે, તે અંગે આ મુજબની માહિતિ આપી હતી. મેષ : ગ્રહણ આપની માટે સાવધાનીનો સૂર દર્શાવે છે. વૃષભ : શુભ અને લાભનો સંદેશ પાઠવે છે. મિથુન : રોકાયેલાં કાર્યો પાર પડી શકે. કર્ક : મધ્યમ. નહીં નફો, નહીં નુકસાન. સિંહ : ચેતવણીની સાયરન સંભળાય છે. આરોગ્ય સાચવજો. કન્યા : શરૂઆતમાં તકલીફો આપીને પાછળથી લાભ કરાવે. તુલા : એકંદરે લાભકારી અને સંતોષજનક. વૃશ્ચિક : લાભ અને નુકસાન સાથે ચાલશે. ધનુ : ચેતવણીના સૂર સંભળાવે છે. રૂપિયા જાળવી રાખવા. મકર : સારા સમાચાર આવે, લાભકારી સમય. કુંભ : લાભની ભ્રાન્તિ થાય પણ હકીકતમાં ગેરલાભ. મીન : આરોગ્યની ચિંતા રાખવી. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. ગ્રહણોની નકારાત્મક અસરોથી બચવા પોતાની રાશિના સ્વામીની આરાધના કરવી. એ અંગે ખ્યાલ ન આવે તો પોતાના ઇષ્ટદેવના જાપ કરવા.