ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

13 સપ્ટેમ્બર, 2015

મંદિર અને શિવાલયની પ્રદક્ષિણા કેવી રીતે કરવી જોઇએ?

શ્રાવણ મહિનામાં આજકાલ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. બાર મહિના ભગવાનને યાદ નહીંન કરનારા લોકો ભગવાન જાણે મૂંઝાઇ જાય એટલી હદે અછોવાનાં કરી રહ્યા છે. મંદિરોમાં માસિક ભક્તોની ભીડ વધી જાય છે. આખા વર્ષની પુણ્યાઇ જાણે શ્રાવણમાં ભેગી કરી લેવાની હોડ જામે છે. કોઇ ભગવાનને અભિષેક કરતું હોય તો કોઇ ફૂલ ચડાવતું હોય છે, તો કોઇ મંદિરનો ઘંટ વગાડતું હોય છે. વળી કોઇ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને કૃપાની ભીખ માગતું હોય છે, તે કોઇ મંદિરની પ્રદક્ષિણા કરીને કૃતાર્થ થયાનો આહલાદ પામતું હોય છે. મંદિરે આવનારા મોટાભાગના લોકો મંદિરની પ્રદક્ષિણા જરૂર કરતા હોય છે. પરંતુ પ્રદક્ષિણા ખરેખર કઇ રીતે કરવી જોઇએ એની મોટા ભાગના શ્રદ્ધાળુઓને હોતી નથી.

પ્રદક્ષિણા કરવી એટલે પરિક્રમા કરવી. તે ક્લોકવાઇઝ-એટલે કે ઘડિયાળના કાંટા ફરે એ રીતે કરાય છે. કુદરતી પરિભ્રમણ ક્લોકવાઇઝ થાય છે. પરિક્રમા એ કેન્દ્રમાંના ઇશ્વરનું ચુંબક બળ પ્રાપ્ત કરવાના હેતુથી કરાતી પ્રક્રિયા છે. ઇશ્વરની શક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટા ફરે છે એ રીતે ફરવાની પ્રક્રિયામાં આ ઊર્જાપ્રપ્તિ સહજ-સરળ બને છે. આથી મંદિરની પ્રદક્ષિણામાં અવળો આંટો ફરવો નહીં.

તન અને મન શુદ્ધ હોય તો આ ઊર્જા તમને સહેલાઇથી મળી શકે છે. ઘણા લોકો ભીના કપડે પ્રદક્ષિણા એટલે જ શુદ્ધતાના આશયથી કરતા હોય છે. દરેક મંદિરમાં જળ-કુંડ હોય છે. તેને ગૌમુખી કે કલ્યાણી પણ કહે છે. તેમાંના જળનું આચમન ન કરાય તો તેને આંખે લગાડવાથી પણ ચુંબકીય બળના નિર્ગમન માટેનું માધ્યમ સર્જાય છે. આજે તો મોટાભાગે કલ્યાણી હોતી નથી ને હોય તો સૂકાઇ ગયેલી હોય છે.
ક્લોકવાઇઝ પ્રદક્ષિણા ફરવામાં કેન્દ્રનું બળ તમને ખેંચે છે. ઇશ્વરીય શક્તિ અને આપણા અંતરાત્મા વચ્ચે એક પ્રકારનો સંપર્ક પ્રસ્થાપિત થાય છે. ધીરે ધીરે અને વધુ સમય પ્રદક્ષિણા કરવી એટલે ઇશ્વરના સાંનિધ્યમાં વધુ રહેવું.

બીજી એક બાબત સમજવા જેવી છે કે જેમ જેમ ઉત્તર દિશામાં આગળ વધીએ તેમ તેમ એવાં મંદિરો જોવા મળે છે, જે પૂજા ને ઉપાસના માટે બાંધવામાં આવેલાં હોય. દક્ષિણ દિશાનાં મંદિરોમાં પૂજા અને ઉપાસનાવાળાં પરિબળો તો હોય છે, પણ એની સાથે એ મંદિરો વૈજ્ઞાનિક રીતે બનેલાં જણાય છે. જેમાં સ્નાન, પૂજા, અભિવ્યક્તિ કલા, પ્રદક્ષિણા, વિશ્રામ વગેરે માટે ખાસ જગ્યાઓ હોય છે. શિવાલય અને અન્ય મંદિરોમાં વ્યવસ્થાગત ભિન્નતા હોય છે. શિવાલયમાં જળાધારીનું પાણી બહાર કાઢવાની ગૌમુખી કે કલ્યાણી કે ગંગાધારા જેવી જગ્યા હોય છે, જેમાંથી શિવલિંગ પરનું પાણી જળાધારીમાંથી ટપકતું હોય છે. શિવાલયની પ્રદક્ષિણા અન્ય મંદિરોની પ્રદક્ષિણામાં ફરક હોય છે.

બીજાં મંદિરોમાં ભક્તો સીધી જ ગોળ પ્રદક્ષિણા ફરી લે છે. શિવાલયમાં ગૌમુખી કે ગંગાધારાને ઓળંગાતી નથી. શ્રદ્ધાળુઓ ગૌમુખી કે ગંગાધારાના પાણી(નમન)ને આંખે લગાડીને પરત જાય છે અને એન્ટિક્લોકવાઇઝ ફરીને સામેની બાજુએથી ગૌમુખી કે ગંગાધારા પાસે પાછા આવે છે અને ફરીથી ત્યાં નમન કરે છે. આ પદ્ધતિ શિવાયના કેન્દ્રમાંના શિવજીના ચુંબકીય બળનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એમ બંને તરફથી ભક્તને માટે આવિર્ભાવ થાય છે.