ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

13 સપ્ટેમ્બર, 2015

જ્યોતિષમાં શુકન-અપશુકનની રસપ્રદ પદ્ધતિ

છીંક કઇ દિશામાં આવે તો લાભ થાય

૧) પૂર્વ દિશામાં બેઠા હોય ને થાય તો શુભ.

૨) પશ્ચિમ દિશામાં મીઠાઈ ખાવા મળે.

૩) વાવવ્ય દિશામાં ધન લાભ થાય.શુકન

રસ્તામાં બ્રાહ્મણ, ગાય, દૂધ, મોતી, માણેક, હાથી,

દહીં, ઢાલ, તલવાર, બંદૂક, કુમારિકા, હરણ,

નોળિયો, વાંસ, મોર, પનિહારી, બાળક તેડીને

આવતી સ્ત્રી, વાજિંત્ર જોવા મ‌ળે તો શુકન.

અપશુકન

રસ્તામાં લાકડાં, ચામડું, છાશ, સાપ, વિધવા-વંધ્યા સ્ત્રી, તેલ, શત્રુ, ઝઘડતા માણસો, કાદવ, યોગી, વૈરાગી, પાગલ વ્યક્તિ જોવા મળે તો અપશુકનકાગડો

૧) જમણેથી ડાબે જાય તો કાર્ય સિદ્ધિ

૨) ચાંચથી જમીન ખોતરે તો લાભ

૩) વડની ડાળે બેસીને બોલે તો શુભ

૪) દૂધાળાં વૃક્ષ પર બેસીને ચાંચ ઘસે

તો માન, કીર્તિ, લક્ષ્મીગરોળી

૧) કેડ, પેટ પર પડે તો પીડા,

પીઠ પર પડે તો આફતો આવે.

૨) હાથ, પગ, છાતીએ કે પગ

પર ચઢે તો ધાર્યું ફળ મળે.

સામા શુકન

આ ઉપરાંત ભૃગુ સંહિતા અનુસાર સંત, પદ્મિની સ્ત્રી, હાથી, ઘોડા, ગાય, બળદ, ચંદન સહિતના સુગંધિત લેપ, મીઠાઇ, પાન, યાત્રા સમયે આગળ કે પાછળ નોળીયો દેખાય કે તેનો અવાજ સંભળાય , આપણા પ્રત્યે પ્રેમ રાખનારા મળે, ગાય સાથ વાછરડી, રાજા, છત્ર, દેવની પ્રતિમા, સોનુ-ચાંદી, ઝવેરાત વગેરે મળે તો શુકન.

સામા અપશુકન

કાંચીડો, ગરોળી, બિલાડી, કૂતરા-બિલાડી લડતાં જોવા મળે, પાણી નીતરતો માણસ, નગ્ન કે ગાંડો માણસ, ફેણ માંડીને બેઠેલો નાગ સામા મળે તો અપશુકન થાય.