ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

16 સપ્ટેમ્બર, 2015

ચતુર્થી પર લાવો રાશિ મુજબ ગણેશજીની મૂર્તિ, થશે સૌ સારા વાના

“वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः, निर्विघ्नं कुरु मे देव, सर्व कार्यषु सर्वदा”... આ શ્લોક ભગવાન શિવના પુત્ર ગણેશજીને સમર્પિત છે. જેનો અર્થ છે, ‘હે વાંકી સૂંઢવાળા વિશાળકાય ગણેશજી, મારા જીવનના બધા કાર્યોને વિઘ્નરહિત કરી એક સારું જીવન પ્રદાન કરો.

હિન્દુ ધર્મમાં ગણેશજીને ભક્તોની સમસ્યાઓ હરનાર માનવામાં આવે છે એટલે તો તેમને વિઘ્નહર્તાનું નામ આપવામાં આવ્યું છે. આથી હિંદુઓ દરેક શુભ કાર્ય કરતા પહેલા ગણેશ પૂજનને યોગ્ય માને છે, જેથી થવાવાળા કાર્યો કોઈ પણ વિઘ્ન વિના પૂરા થઈ જાય. આજે ગણેશ ભગવાનના સંદર્ભમાં ચર્ચા કરવા પાછળ કારણ છે ગણેશ ચોથનો તહેવાર. આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. ચારેય તરફ ગણેશજીની પૂજા થશે. ઘર-ઘરમાં તેમની સ્થાપના કરવામાં આવશે, સવાર-સાંજ તેમની સેવા કરવામાં આવશે તેમને મીઠા અને સ્વાદિષ્ટ મોદકનો પ્રસાદ ચડાવવામાં આવશે અને છેલ્લે વહેતા પાણીમાં પૂર્ણ વિધિ-વિધાનની સાથે તેમનું વિસર્જન કરવામાં આવશે.