ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

16 સપ્ટેમ્બર, 2015

"કેવી રીતે કરશો ભગવાન શ્રીસિદ્ધિ વિનાયકનું સ્થાપન"

"દિલીપભાઈ ત્રિવેદી"                           ભગવાન ગણેશજી શીઘ્ર પ્રસન્ન થનાર અને તુરંત ફળ આપનાર દેવ તરીકે માનવામાં આવે છે. હિ‌ન્દુ ધર્મ અને ભારતીય ધર્મ પરંપરામાં કોઇ શુભ કામ અને માંગલિક પ્રસંગ એવો નહીં હોય કે જેમાં ભગવાન ગણેશની આરાધના કર્યા વગર તેનો પ્રારંભ કરી શકાય. શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ વડે થાય છે એવા વિઘ્નહર્તા ભગવાનની જન્મજયંતિ એટલે ભાદરવા સુદ ચોથનો મંગલ દિવસ, ગણેશ ચોથ. એમનાં જન્મની સાથે જોડાયેલી ભીન્ન ભીન્ન ઘટનાઓ અને કથાઓનું વર્ણન આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે. આજે આપણે ભગવાન વિઘ્નહર્તાની સ્થાપના કરવા માટેનાં કેટલાક નિયમોની વાત કરીશું. તે પહેલાં જોઈ લો જોઈ તો ગણેશ સ્થાપનાના શુભ મૂહુર્ત...

શુભ ચોઘડિયા અને ગણેશ સ્થાપનનો સમયઃ-

સવારે 6.28થી 7.59 શુભ,

11.02થી 12.34 ચલ,

12.34થી 14.06 લાભ,

14.06થી 15.37 અમૃત ચોઘડિયામાં કરી શકાશે.

જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12.10થી 12.58 ખૂબ યોગ્ય છે.

ગણેશ સ્થાપનાનિ વિધિઃ-

…-પાર્થિ‌વ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે શુદ્ધ માટીનો ઉપયોગ સૌથી વધુ શ્રેષ્ઠ હોવાની વાત આપણાં ઋષી-મુનીઓએ કહી છે.

…-લાલ અને પીળી માટીમાંથી ભગવાનની મૂર્તિ‌ બનાવવી જોઇએ. કાળી માટી અને અવાવરૂં જગ્યા કે સ્મશાનભૂમિની માટી વાપરવાનું ત્યાજય કરવાનો આદેશ છે.

…-માટી માથી બનાવેલી મૂર્તિ‌ને જુદા જુદા કલર અને રંગથી આકાર અને રેખાઓ આપી શકાય છે.

…-માટીની મૂર્તિ‌ સિવાય પથ્થર અને મારબલની મૂર્તિ‌ પણ ગ્રાહ્ય છે.