મેષ : સામાજિક-કૌટુંબિક કે અન્ય જવાબદારીઓને પાર પાડી શકશો. ધીમું ફળ મળતું જણાય. વિઘ્ન દૂર થાય.
વૃષભ : મનનો પરિતાપ અને રુકાવટો દૂર થતાં રાહત અનુભવાય. નાણાભીડનો ઉકેલ સહજ. પ્રવાસ ફળે.
મિથુન : પ્રતિકૂળતા અને તણાવના સંજોગો હળવા થાય. આર્િથક સમસ્યાને સૂલઝાવી શકશો. વિવાદ ટાળજો.
કર્ક : આપની અગત્યની કામગીરીને આગળ ધપાવી શકશો. પ્રયત્નો ફળદાયી જણાય. સ્વજન-મિત્ર અંગે સાનુકૂળતા.
સિંહ : શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરજો. લાગણી પર કાબૂ જરૃરી બને. વ્યાવસાયિક બાબતોનો હલ મળે.
કન્યા : ધીરજનાં ફળ મીઠાં ચાખી શકશો. અગત્યની વ્યક્તિ ઉપયોગી બને. મિત્ર-મુરબ્બીથી સહકાર. પ્રવાસ.
તુલા : આપના જમીન, જાગીર, વેપાર-ધંધાનાં કામકાજો અંગે કોઈ સાનુકૂળ સંજોગો ઊભા થતાં લાગે.
વૃશ્ચિક : આર્થિક-વ્યાવસાયિક બાબતો ગૂંચવાયેલ હોય તો ઉકેલ આવશે. કૌટુંબિક કાર્ય સફળ બને.
ધન : મનના મનોરથને પૂર્ણ કરવા હજી લાંબી મજલ કાપવી પડે. ઉતાવળ અને આળસ ત્યજવા પડે.
મકર : પ્રતિકૂળતાભર્યા સંજોગો લાગે તો પણ હિંમત ન હારશો. ઈશ્વર જરૃર મદદરૃપ થાય.
કુંભ : અરમાનો અને અપેક્ષાઓ મુજબ ભલે કાંઈ થતું ન લાગે. પણ સારું તો અવશ્ય જોઈ શકશો.
મીન : લાગણીઓ ઘવાય નહીં તે માટે સમતોલન રાખજો. આર્િથક ચિંતા દૂર થાય. કુટુંબ ક્લેશ ટાળજો.
પંચાંગ:
સૂર્યોદયાદિ સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ ૬-૪૦ ૭-૨૮ ૧૮-૦૭
દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.
નવરાત્રિ સમાપ્ત, વિજયાદશમી-દશેરા, આયુધ-શમી પૂજન, બુદ્ધ જયંતી, પંચક ક. ૨૪-૪૯થી
વિક્રમ સંવત : ૨૦૭૧, આસો સુદ નવમી, ગુરુવાર, તા. ૨૨-૧૦-૨૦૧૫.
વીર (જૈન) સંવત : ૨૫૪૧.
શાલિવાહન શક : ૧૯૩૭.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૭.
રાષ્ટ્રીય દિનાંક : ૩૦-આશ્વિન.
પારસી માસ : ખોરદાદ. રોજ : ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ : મહોરમ. રોજ : ૮.
દૈનિક તિથિ : સુદ નવમી ક. ૧૧-૫૮ સુધી.
ચંદ્ર નક્ષત્ર : શ્રવણ ક. ૧૩-૨૮ સુધી પછી ધનિષ્ઠા.
ચંદ્ર રાશિ : મકર ક. ૨૪-૪૯ સુધી પછી કુંભ
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.), કુંભ (ગ.શ.સ.).
કરણ : કૌલવ/તૈતિલ/ગર.
યોગ : શૂળ ક. ૧૬-૫૩ સુધી પછી ગંડ.
વિશેષ પર્વ : નવરાત્રિ સમાપ્ત. * આજે ક. ૧૧-૫૮ સમયે નવમી તિથિ સમાપ્ત થતાં દસમ-વિજયાદશમી શરૃ થાય છે. આ દસમ તિથિ આવતીકાલે શુક્રવારે સવારે ક. ૦૯-૫૧ સુધી જ છે તેથી અપરાહ્ન કાળ (મધ્યાહ્નથી સૂર્યાસ્ત દરમિયાન) દસમ તિથિ ગુરુવારે-આજે હોવાથી વિજયાદશમી આજે છે. વિજયાદશમી-દશેરા. આયુધ-શસ્ત્ર- શમી પૂજન. બુદ્ધ જયંતી. મન્વાદિ. પંચક મોડી રાત્રે ક. ૨૪-૪૯થી શરૃ થશે. * રવિયોગ અહોરાત્ર. * કૃષિ જ્યોતિષ : આજે શમી-ખીજડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. પશુ લેવડદેવડ તથા તમામ ખેતીકાર્યો માટે શુભ દિવસ. રાહુકાલ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦.