ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

21 ઑક્ટોબર, 2015

નવરાત્રિના અંતિમ દિવસે, સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરવા કરો માં સિદ્ધિદાત્રીની પૂજા

દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં નવમું સ્વરૂપ 'સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. નવ સ્વરૂપોમાં એ નવમ્ અને અંતિમ છે. યોગીઓ નવમાં દિવસે પોતાના મનને 'જીહ્વા’ માં સ્થિર કરે છે. નામ મુજબ જ આ દેવી સર્વ સિદ્ધિની દાયક છે. ભગવાન શિવજીએ પણ આ દેવીની કુપાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, તેમની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર નારી સ્વરૂપ થયું. અને ભગવાન અર્ધનારીશ્વર કહેવાયા. તેમની સાધના અને ઉપાસનાથી સાધકનાં કઠીનમાં કઠોર કાર્યો પણ સિદ્ધ થાય છે.

હિ‌માલયમાં નંદા પર્વત ઉપર તેમનું સિદ્ધ તિર્થ છે. અણિમાં, મહિ‌માં, ગરિમાં, લધિમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, અને વશિત્વ આ આઠ સિદ્ધિઓનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવીનાં આ સ્વરૂપની ઉપાસના કરવાથી આઠેય સિદ્ધિઓ મેળવવા સાધક ભાગ્યશાળી બને છે. શંખ, ચક્ર, ગદા અને કમળનું પુષ્પ ચાર ભુજામાં ધારણ કરીને સિંહ ઉપર સવારી કરે છે. ઘણી વખત તે કમળનાં પુષ્પ ઉપર પણ આસન ગ્રહણ કરે છે. માતાના ચરણોમાં શરણાગત ભાવથી એકાગ્ર થઇને માતા ની ઉપાસના કરવાથી સંસારની અસારતાનો ભાસ થાય છે અને અભય પદની પ્રાપ્તિ થાય છે.

અનુષ્ઠાન કરનારા સાધકો માટે આ નવમો (અંતીમ) દિવસ છે. નવમા દિવસનાં સ્વરૂપનો માતાજીની ભકિતનો મંત્ર નીચે મુજબ છે.

માતાજીની નિષ્કામ ભકિત માટે:

सिद्धगंधर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना यदा भूयात् सिद्धिदा सिद्धिदायनी