ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

13 ઑક્ટોબર, 2015

નવદુર્ગાની આરાધનાનું પર્વ છે નવરાત્રિ, જાણી લો નવરાત્રિ વિશે

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે શ્રેષ્ઠ પણ છે. આપણું સામાજિક માળખું, ઉત્સવો, પરંપરાઓ, તહેવારો વગેરે સામાજિક અને ર્ધામિક રીતે વિશિષ્ટ પ્રભાવ પાડનારાં હોય છે. આપણે ત્યાં ઉજવાતાં પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. વર્ષમાં 4 નવરાત્રિ હોય છે પણ મુખ્યત્વે આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે, જ્યારે આસો નવરાત્રી વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધારે વધુ પ્રચલિત બની છે

નવરાત્રી એ માતા શક્તિની શક્તિઓને જગાડવાનું આહ્વાન છે. તેનાથી આપણા ઉપર દૈવીશક્તિની કૃપા ઊતરે છે અને આપણે બધાં જ સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવાં કષ્ટોથી બચી શકીએ છીએ. નવરાત્રીમાં દેવીપૂજનથી શારીરિક તેજમાં વૃદ્ધિ, મન નિર્મળ તથા આત્મિક શક્તિઓમાં વધારો થાય છે. નવરાત્રીમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. ઘરઘરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન, હવન, સાધના થાય છે જ્યારે આસો નવરાત્રીમાં ગરબીને ફરતા ગરબા રમાય છે.

નવરાત્રી ઊજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિઃસહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને તેમની વાત જાણીને તેઓ મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવીશક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ, આ દેવી મહાશક્તિ બની ગયાં. તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવીશક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા.

એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો.
નવ દુર્ગાનાં સ્વરૂપોની સાધનાથી મળતા લાભ

માર્કંડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીમાં શક્તિનાં ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાળી છે જે શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે. તેમનો રંગ શ્યામ છે અને તમો ગુણની અધિષ્ઠાત્રી છે. બીજામાં મહાલક્ષ્મી છે જે ઇચ્છાશક્તિ અને રાજસી શક્તિ તથા રજોગુણની અધિષ્ઠાત્રી છે. ત્રીજામાં મહાસરસ્વતીનો ઉલ્લેખ જોવા મળે છે, જે શ્વેત રંગનાં અને સૌમ્યસ્વરૂપા છે. જ્ઞાાનશક્તિ છે અને સત્ત્વ ગુણની અધિષ્ઠાત્રી છે.

નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાનાં નવ રૂપની પૂજા-અર્ચનાનું ઘણું મહત્ત્વ છે. તે શક્તિની આરાધનાનું પર્વ છે. ધર્મશાસ્ત્રો મુજબ અષ્ટસિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ માટે નવરાત્રીથી બીજું કોઈ શ્રેષ્ઠ પર્વ નથી. નવ દિવસ નવ દેવીની આરાધના કરીને કુંડલીને પણ જાગૃત કરી શકાય છે. નવદુર્ગાના પૂજન-અર્ચન, જપ-તપ, વ્રત-અનુષ્ઠાન જ ઉત્તમ ઉપાય છે. આ નવ દેવીઓ આ મુજબ છે.

     શૈલપુત્રી : આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને લીધે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત ધનધાન્યના ભંડારો મેળવે છે.
     બ્રહ્મચારિણીઃ શક્તિનું આ બીજું સ્વરૂપ ઉપાસકને અનંત કોટિ ફળ આપનારું છે.
     ચંદ્રઘંટાઃ દેવીના આ ત્રીજા સ્વરૂપની પૂજા-ઉપાસના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે.
     કુષ્માંડાઃ નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની આરાધનાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તથા યશ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
     સ્કંદમાતાઃ શક્તિના આ પાંચમા સ્વરૂપની પૂજા કરવાથી સમસ્ત ઇચ્છાઓની ર્પૂિત કરે છે અને શત્રુઓનું શમન થાય છે.
     કાત્યાયનીઃ તેમની પૂજા છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. તેમના પૂજનથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે અને દુશ્મનોનો સંહાર કરવા માટે તે સમર્થ બને છે.
     કાલરાત્રીઃ કાલરાત્રીની પૂજા કરવાથી ભવોભવનાં દુઃખ દૂર થાય છે. તેમની પૂજા-અર્ચના કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. તેજમાં વૃદ્ધિ થાય છે અને દુશ્મનોનો નાશ થાય છે.
     મહાગૌરીઃ નવરાત્રીમાં આઠમના દિવસે ગૌરીમાતાની પૂજા કરવાનું વિધાન છે. ગૌરીની પૂજા સમસ્ત સંસાર કરે છે. તેમના પૂજનથી નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.
     સિદ્ધિદાત્રીઃ નવરાત્રીના છેલ્લા એટલે કે નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. તેમની પૂજા-આરાધના કરવાથી મનુષ્ય જેની હંમેશાંથી કામના કરે છે તેવી સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓની પ્રાપ્તિ થાય છે.

આદ્યશક્તિની પૂજા-આરાધના કરવા માટે જવારા વાવીને તેનું પૂજન કરવું જોઈએ. નવ દિવસ સુધી સાત ધાન્યના જવારા, પાણી, ષોડશોપચારોથી તેનું પૂજન કરવું જોઈએ. શક્ય હોય તો જપ-તપ-ઉપવાસ કરવા