ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

12 ઑક્ટોબર, 2015

જનોઈ કેમ ચડાવાય છે કાન પર?

યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા પછી ગુરૂના સાનિધ્યમાં જવાનું હોય છે. આની પાછળનો ઉદેશ્ય વિદ્યા તેમજ જ્ઞાન મેળવવાનો છે. યજ્ઞોપવિત, બટુક એટલે કે બાર વર્ષથી નાની ઉંમરના બાળકને આપવી યોગ્ય ગણાય છે. જનોઈ ધારણ કર્યા પછી મળ-મૂત્ર ત્યાગ કરતી વખતે જનોઈને જમણા કાન પર ચડાવવાનો નિયમ પણ બનાવાયો છે. આધુનિક સમયમાં આપણને તે કુરિવાજ લાગે પણ આ બધા પાછળ ચોક્કસ કારણો છે. બાળકનું નાનપણથી જ નીતિ ઘડતર થાય અને તે પવિત્રતા તેમજ ચોખ્ખાઈના પાઠ શિખે તે હેતુ છે. આ ઉપરાંત તેનું તંદુરસ્તીની દ્રષ્ટીએ મહત્વ છે.

કહેવાય છે કે જનોઈ કાને ચઢાવવાથી પાચનક્રિયા મજબૂત બને છે. પેટ તથા શરીરના નીચેના અંગોમાં વિકાર થતો નથી. તે એક એક્યુપ્રેશરની ભૂમિકા ભજવે છે. મળ-મૂળ ત્યાગતી વખતે જનોઈ નીચે સુધી જઈને બગડે નહી તેથી કાન પર ચઢાવવામાં આવે છે. શૌચક્રિયા દરમિયાન જનોઈ નીચેના અર્ધ શરીરને સ્પર્શ ન કરે તે મુદ્દો છે. તેનાથી સૂચિતા, પવિત્રતા જળવાય તે બીજો મુદ્દો છે. જનોઈ ધારકે ગાયત્રીમંત્રના જાપ નિયમિતપણે કરવાના હોય છે. આની પાછળ સૂર્યને બળ આપવાનો હેતુ છે.

યજ્ઞોપવિત ધારણ કરાવવાનો અર્થ ઘણો જ વ્યાપક છે જનોઈને પવિત્રતાનો પર્યાય માનવામાં આવે છે. જનોઈ ધારણ કરવી એટલે એનો અર્થ જનોઈ ધારકે નૈતિક મૂલ્યો જાળવવા અને જળવાવવા. પોતે ખોટું કરવું નહી અને પોતાની હાજરીમાં ક્યાંય ખોટુ થવા દેવું નહી. જીવનમાં નીતિ, કર્મઠતા, પ્રમાણિકતા, ધગશ, ઉત્સાહ, મહેનત, જીવ માત્રની નિર્ભયતા અને વિકાસ, દયા, કરુણા જેવા તત્વોને જીવનમાં આપનાવવાના હોય છે. માણસે માણસ તરીકેની માણસાઈ બતાવવાની છે. જનોઈ ધારકને માથે વૈશ્વિક જવાબદારી છે. દુનિયામાંથી માણસાઈ મરી ન પરવારે અને માનવી માનવ બનીને જીવે તે છે. વિચારોની પ્રવિત્રતા, જ્ઞાનને પ્રાધાન્ય આપવાનો હેતુ જનોઈ આપવા પાછળ છે.

કહેવાય છે કે કેટલાક સારા માણસોને લીધે જ પૃથ્વી ટકેલી છે. જનોઈ એક વ્રત છે વિશ્વ કલ્યાણનુ. બ્રાહ્મણો પહેલા ક્યારેય જનોઈના સમ ખોટા ખાતા નહી. કારણ કે તે તેમણે સ્વેચ્છાએ અપવાવેલું વ્રત છે. પોતાના રોજીંદા કર્તવ્યની સાથે સાથે, સહજ રીતે પોતે અને આસપાસના વર્તુળોમાં, વિચારોની શુધ્ધતા લાવવા પર તે ભાર આપે છે. જનોઈ ધારણ કરવી એ બહુ પ્રતિષ્છિત ગણાય છે. આજીવન આ વ્રત પાળીને જીવનાર જ જનોઈધારી બ્રાહ્મણ છે. જનોઈ પહેરવી એનો મતલબ એ છે કે તે વિશ્વ કલ્યાણ માટે પોતાનો યથાયોગ્ય ફાળો પૂરી નિષ્ઠાથી આપશે. જનોઈ પહેરવી અને સમાજના હિત માટે અનદેખા કરવું એ બહું જ ખરાબ બાબત છે. જનોઈ એ જવાબદારી છે. જનોઈ ધારકે તે ક્યારેય ન ભૂલવું જોઈએ. ક્યારેક બાળકોને ઠપકો આપતા વડિલો  એટલે જ બોલી ઉઠે છે કે જનોઈ પહેરે છે અને આમ કરે છે? એનો અર્થ એમ જ છે કે જનોઈ ધારકે ભૂલભૂલમાંય કોઈ ખોટું કામ કરાય નહીં કે ચલાવાય નહીં. બાળકમાં નાનપણથી જ શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે હેતુથી જ તેને બાલ્યાવસ્થામાં જનોઈ આપવામાં આવે છે.