ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

1 નવેમ્બર, 2015

7મીથી દિવાળીના તહેવારો જાણો..

તા.૧ નવેમ્બરના ૧૦ દિવસ પછી દિવાળીની ઉજવણી થશે. એટલે કે તા.૧૧મી નવેમ્બરના રોજ આસો માસની અમાસ એટલે કે દિવાળીની ઉજવણી થશે. નૂતન વર્ષ તા.૧૨મી નવેમ્બર, ગુરુવારના રોજ ઉજવાશે. દિવાળીનાં તહેવારોનો પ્રારંભ તા.૭ નવેમ્બરથી થશે, જ્યારે તા.૩ નવેમ્બર, મંગળવારે પુષ્ય નક્ષત્ર છે. આ સમયમાં સોનાની ખરીદી કરવાનું શુકનવંતુ માનવામાં આવે છે.

આ અંગે  જણાવ્યું કે આસો વદ આઠમ, મંગળવાર, તા.૩ નવેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરે ૧૨.૦૦થી ૧.૪૮ લાભ-અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ, વિજય અભિજીત મુહૂર્ત સમન્વિત શ્રેષ્ઠ સમય આવે છે. બપોરે ૩.૧૨થી સાંજે ૫.૫૪ શુક્ર, બુધની હોરા શ્રેષ્ઠ, શુભ ચોઘડિયું તેમજ પુષ્ય નક્ષત્રમાં સાંજે ૫.૫૪ પહેલાં સ્ટેશનરી, સોનું, ચાંદી, ઝવેરાત ખરીદવા, ધારણ કરવા શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે આ દિવસે ગોચરમાં ચંદ્ર પણ કર્કનો છે. માટે આ દિવસ લક્ષ્મીયોગકર્તા થાય છે. જોકે, આ દિવસે વૈધૃતિ મહાપાત સવારે ૧૧.૦૦ વાગ્યા સુધી હોવાથી ત્યારપછીનો સમય અને પુષ્ય નક્ષત્ર સાંજે ૫.૫૪ સુધી રહે છે, માટે તે પહેલાનો સમય ખરીદી, પૂજન-વિધિ, અનુષ્ઠાન, દાન-પુણ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરામાં પુષ્ય નક્ષત્રનું ખાસ મહત્ત્વ છે. પુષ્ય નક્ષત્રનો અર્થ થાય છે, પોષણ કરનાર અથવા તો ઊર્જા કે શક્તિ પ્રદાન કરનાર. માટે જ આ નક્ષત્ર કલ્યાણકારી અને શુભ માનવામાં આવે છે. નક્ષત્રોમાં આ પુષ્ય નક્ષત્રનો ક્રમ આઠમો છે. આ નક્ષત્રના સ્વામી ગ્રહ શનિ છે તો ગુરુ મહારાજ તેના અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે. માટે જ આ દિવસે વિવિધ પ્રકારના અનુષ્ઠાન, મંત્ર-તંત્ર તથા ગ્રહોના રત્ન ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ નક્ષત્રને 'તિષ્ય' અને 'અમરેજ્ય' નામથી પણ ઓળખવામાં આવે છે. દેવી-દેવતાઓનું પૂજન પણ આ દિવસે ઉત્તમ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જે રીતે સર્વ પશુઓમાં સિંહ બળવાન છે, તેમ સર્વ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર બળવાન છે. દીક્ષા અને વિવાહ સિવાયના બધા જ કાર્યોમાં તારા અને ચંદ્રનું બળ ન હોય તો પણ પુષ્ય નક્ષત્ર લેવું કારણ કે અન્યના બળનું પુષ્ય નક્ષત્ર હરણ કરે છે, પરંતુ પુષ્ય નક્ષત્રના બળને કોઇ દૂર કરી શકતું નથી. લગ્નબળ ન હોય, યોગબળ ન હોય, તારાબળ ન હોય કે ચંદ્રબળ ન હોય તથા તિથિ કે કાળનો દોષ હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વકાર્ય સિદ્ધિ કરે છે.

૭મીએ રમા એકાદશી અને ગોવત્સ દ્વાદશી કે જેને વાક્‌બારશ પણ કહેવામાં આવે છે, તેની સાથે દિવાળીના તહેવારાનો પ્રારંભ થશે. જ્યારે તા.૯મીએ ધનતેરશ, ધન્વન્તરિ ત્રયોદશી તથા તા.૧૦મીએ કાળીચૌદશ અને તા.૧૧મીએ દિવાળીની ઉજવણી થશે. જ્યારે તા.૧૨મીએ નૂતન વર્ષ, વિક્રમ સંવત-૨૦૭૨નો પ્રારંભ થશે.