ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

18 નવેમ્બર, 2015

ચોથી પેઢીના વારસદાર ગાદીપતિ, જલાબાપાનો વંશવેલો જુઓ અત્યારે જ.

દેનો કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે  216મી જન્મજયંતી છે.જલાબાપાના વંશજો આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં રહે છે.તેના ચોથી પેઢીના વારસદાર રઘુરામબાપા વીરપુરની ગાદી સંભાળી રહયાં છેઆવો જલાબાપાના વંશવેલા પર એક નજર કરીએ.

વીરપુરના જલારામ મંદિરના હાલના ગાદીપતિ રઘુરામ બાપાને એક ભાઇ અને બે બહેનો છે. પરંતુ તે મંદિરના કામમાં કોઇ દિવસ હસ્તક્ષેપ કરતા નથી અને રાજકોટમાં જ રહે છે. રઘુરામભાઇના નાના ભાઇ ભરતભાઇ અને શિલાબેન ઓપ્શન નામના મોલ જેવા અદ્યતન શો રૂમ ધરાવે છે. શિલાબેન એક કોલેજનું સંચાલન કરી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ પણ ચલાવે છે. તેમના મોટા બેન કિર્તીબેન સ્વાધ્યાય પ્રવૃતિમાં ખૂબ જ ઉંડા ઉતરેલા છે. રઘુરામભાઇના નાના બહેનને વીરપુરના અનેક લોકો વીરબાઇ માનો અવતાર જ ગણે છે. વીરપુર જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામ બાપા નિસંતાન છે. તેમના ભાઇ ભરતભાઇના લગ્ન મુંબઇમાં થયા છે.

રઘુરામભાઇના દાદા ગીરધરરામ બાપાના પિતા હરિબાપાને જલારામ બાપા અને વીરબાઇ માએ દતક લીધા હતા. એટલે જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર રઘુરામ બાપા ગણાય. તેઓ વીરપુરમાં સમાધી સ્થળના ઘરમાં જ વસે છે. રઘુરામભાઇના પિતા જયસુખરામ બાપા રાજકોટમાં રહે છે. તેને બે ભાઇઓ અને ત્રણ બહેનો છે. તેમના એક ભાઇ બટુકબાપાનું અવસાન થયું હતું ત્યારે વીરપુર સ્વયંભૂ ચાર દિવસ બંધ રહ્યું હતું. બટૂકબાપાને બે પુત્રો છે જે અમદાવાદમાં બીઝનેસ સાથે સંકળાયેલા છે. જયસુખબાપાના ત્રીજા ભાઇ રસિકભાઇ વીરપુરમાં જ રહે છે. તેઓને પેટ્રોલપંપ છે. તેમને પણ ત્રણ પુત્રો જે અમદાવાદમાં ડીઝાઇનીંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. એક પુત્ર અમેરિકાની ન્યુ હેમ શાયર કોલેજમાં લેક્ચરર છે.

આ સંત બેલડીના સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબેન હતા. જમનાબેનના લગ્ન કોટડાપીઠાના ભક્તિરામ સાથે થયેલા. તેમના દિકરા કાળાભાઇ અને રામજીભાઇ હતા. મોટા દિકરા કાળાભાઇને હરિરામ નામના પુત્ર અને ત્રણ દિકરી હતી. પુત્ર ન હોવાથી અને અન્નક્ષેત્રની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સંત જલારામ બાપા અને વીરબાઇ માએ દિકરીના પૌત્ર હરિરામને દતક લીધા હતા. તે હરિરામભાઇના ધોરાજીના મોંઘીબા સાથે વિવાહ થયા હતા. તેમને બે પુત્ર હતા. મોટા પુત્ર ગિરધરરામ બાપા પછીથી વીરપુરના જલારામ મંદિરના ગાદીપતિ થયા હતા. વીરપુરવાસીઓ આજે પણ તેમને બાપુજી તરીકે યાદ કરે છે. તેમના પૌત્ર એટલે રઘુરામ બાપા. ત્યારથી રઘુરામ બાપાએ વીરપુરની ગાદીનું સુકાન સંભાળ્યું છે.