ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

25 ફેબ્રુઆરી, 2016

ક્યું ફૂલ ચઢાવવાથી ભોલેનાથ કેવુ ફળ આપે છે.


ભાગવાનને આંકડાનું લાલા અને સફેદ ફુલ વધુ પ્રિય છે. આ ફુલોથી ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે જેના કારણે તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ભગવાનને ચમેલીનું ફુલ ચઢાવવાથી વાહનનું સુખ મળે છે.

જો તમારા લગ્ન નથી થયા અને તમે સુંદર અને સુશીલ પત્ની ઈચ્છો છો તો ભગવાન શિવને મોગરાનું ફુલ ચઢાવો.

જો તમે ઈચ્છો કે માતા અન્નપૂર્ણા તમારા ઘરેથી ક્યારેય ન જાય તો શિવજીને જૂહીનું ફુલ સમર્પિત કરો.

શિવપુરાણ મુજબ દરેક ફુલથી અલગ અલગ પરિણામ મળે છે, જેમાં કરણનું ફુલ ચઢાવવાથી તમને નવા કપડા મળે છે.

ભગવાનને હરસિંગારનું ફુલ સમર્પિત કરવાથી સંપત્તિ દિનપ્રતિદિન વધતી રહે છે.

ધતૂરાનું ફુલ ચઢાવવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.

દુર્વા ચઢાવવાથી તમારી ઉમર લાબી અને સ્વસ્થ રહે છે.