ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

21 એપ્રિલ, 2016

હનુમાન જયંતીઃ ઇચ્છિતફળ પામવાં, કાલે આ મુહૂર્તમાં કરો હનુમાન પૂજા!

હનુમાન જયંતીઃ ઇચ્છિતફળ પામવાં, કાલે આ મુહૂર્તમાં કરો હનુમાન પૂજા!

ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 22 એપ્રિલ, શુક્રવારના રોજ છે. ધર્મ ગ્રંથો પ્રમાણે જો આ દિવસ પવનપુત્રની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે, તો તેઓ અતિ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મન્નતો પૂર્ણ કરે છે.

હનુમાન જયંતીઃ ઇચ્છિતફળ પામવાં, કાલે આ મુહૂર્તમાં કરો હનુમાન પૂજા!

ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 22 એપ્રિલ, શુક્રવારના રોજ છે. ધર્મ ગ્રંથો પ્રમાણે જો આ દિવસ પવનપુત્રની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે, તો તેઓ અતિ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મન્નતો પૂર્ણ કરે છે.

પૂજન વિધિઃ-

હનુમાનજીની પૂજા કરતી વખતે સૌથી પહેલા ધાબળો કે ઊનના આસાન ઉપર પૂર્વ દિશા તરફ મુક કરીને બેસી જાઓ. હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફૂલ લો અને આ મંત્રથી હનુમાનનું ધ્યાન કરો...

अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं।।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।
ऊं हनुमते नम: ध्यानार्थे पुष्पाणि सर्मपयामि।।

ત્યારબાદ ચોખા અને ફૂલ હનુમાનજીને અર્પિત કરી દો.

આહ્વાનઃ હાથમાં ફૂલ લઈ આ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહનુમાનજીનું આહ્વાન કરો તથા એ ફૂલોને હનુમાનજીને અર્પિત કરી દો.

उद्यत्कोट्यर्कसंकाशं जगत्प्रक्षोभकारकम्।
श्रीरामड्घ्रिध्याननिष्ठं सुग्रीवप्रमुखार्चितम्।।
विन्नासयन्तं नादेन राक्षसान् मारुतिं भजेत्।।
ऊं हनुमते नम: आवाहनार्थे पुष्पाणि समर्पयामि।।

આસનઃ- નીચે લખેલ મંત્રથી હનુમાનજીને આસન અર્પિત કરો..

तप्तकांचनवर्णाभं मुक्तामणिविराजितम्।
अमलं कमलं दिव्यमासनं प्रतिगृह्यताम्।।

આસન માટે કમળ અથવા ગુલાબના ફૂલ અર્પિત કરો. ત્યારબાદ આ મંત્રોનું ઉચ્ચારણ કરીને હનુમાનજીની સામે કોઈ વાસણ અથવા જમીન ઉપર ત્રણવાર જળ છાંટો.

ऊं हनुमते नम:, पाद्यं समर्पयामि।।
अध्र्यं समर्पयामि। आचमनीयं समर्पयामि।।

ત્યારબાદ હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો ત્યાર પછી પંચામૃત(ઘી, મધ, ખાંડ, દૂધ અને દહીં)થી સ્નાન કરાવો. ફરી એવાર શુદ્ધ જળથી સ્નાન કરાવો. હવે આ મંત્રથી હનુમાનજીને વસ્ત્ર અર્પિત કરો અને વસ્ત્રની નિમિત્ત મૌલી ચઢાવો.

शीतवातोष्णसंत्राणं लज्जाया रक्षणं परम्।
देहालकरणं वस्त्रमत: शांति प्रयच्छ मे।।
ऊं हनुमते नम:, वस्त्रोपवस्त्रं समर्पयामि।

ત્યારબાદ હનુમાનજીને ગંધ, સિંદૂર, કંકુ, ચોખા, ફૂલ અને હાર અર્પિત કરો. હવે આ મંત્રની સાથે હનુમાનજીને ધૂપ-દીપ આપો...

साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया।
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम्।।
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने।।
त्राहि मां निरयाद् घोराद् दीपज्योतिर्नमोस्तु ते।।
ऊं हनुमते नम:, दीपं दर्शयामि।।

ત્યારબાદ કેળાના પાન ઉપર કે કોઈ કટોરીમાં પાનના પાનડાં ઉપર પ્રસાદ રાખો અને હનુમાનજીને અર્પિત કરી દો ત્યારબાદ ઋતુફળ અર્પિત કરો.(પ્રસાદમાં ચૂરમા, ભીંજવેલા ચણા કે ગોળ ચઢાવવો ઉત્તમ રહે છે) હવે લવિંગ-એલાઈચીયુક્ત પાન ચઢાવો. પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે આ મંત્રને બોલીને હનુમાનજીને દક્ષિણા અર્પિત કરો...

ऊं हिरण्यगर्भगर्भस्थं देवबीजं विभावसों:।
अनन्तपुण्यफलदमत: शांति प्रयच्छ मे।।
ऊं हनुमते नम:, पूजा साफल्यार्थं द्रव्य दक्षिणां समर्पयामि।।

ત્યારબાદ એક થાળીમાં કર્પૂર તથા ઘીનો દીવો પ્રગટાવી હનુમાનજીની આરતી કરો. આ પ્રકારે પૂજા કરવાથી હનુમાનજી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.

પૂજન માટે શુભ મુહૂર્ત આ પ્રમાણે છે

સવારેઃ- 5:50 થી 7:25 વાગ્યા સુધી
સવારેઃ- 7:25 થી 9:00 વાગ્યા સુધી
સવારેઃ- 9:00 થી 10:40 વાગ્યા સુધી
સવારેઃ- 11:50 થી 12:40 વાગ્યા સુધી
બપોરેઃ- 12:20 થી 01:55 વાગ્યા સુધી
સાંજેઃ- 5:00 થી 6:45 વાગ્યા સુધી

આ રીતે થયો હતો હનુમાનજીનો જન્મઃ-

શિવપુરાણ પ્રમાણે દેવતાઓ અને દાનવોને અમૃત વહેંચતી વખતે વિષ્ણુએ મહીનીનું રૂપ ધારણ કરેલું જોઈને લીલાવશ શિવજીએ કામાતુર થઈને પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્તર્ષિઓએ તે વીર્યને કેટલાક પત્તાઓમાં સંગ્રહિત કરી લીધું. સમય આવ્યે સપ્તર્ષિઓએ ભગવાન શિવના વીર્યને વાનરરાજ કેસરીની પત્ની અંજનીના કાનના માધ્યમથી ગર્ભમાં સ્થાપિત કરી દીધું. જેનાથી અત્યંત તેજસ્વી તથા પરાક્રમી શ્રી હનુમાનજી ઉત્પન્ન થાય.

વાલ્મિકી રામાયણ પ્રમાણે બાલ્યકાળમાં જ્યારે હનુમાન સૂર્યદેવને ફલ સમજીને ખાવા દોડ્યા તો ઘબરાઈને દેવરાજ ઈન્દ્રએ હનુમાનજી ઉપર વજ્રનો વાર કર્યો હતો. વજ્રના પ્રહારથી હનુમાન નિસ્તેજ થઈ ગયા. આ જોઈ વાયુદેવ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને સમસ્ત સંસારમાં વાયુના પ્રવાહનો રોકી દીધો. ત્યારે સંસારમાં હાહાકાર મચી ગયો. ત્યારે પરમપિતા બ્રહ્માએ અડતાની સાથે જ હનુમાનજીને હોશ આવી ગયો. તે સમયે બધા દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યું. આ વરદાનથી જ હનુમાનજી પરમ શક્તિશાળી બન્યા હતા.

દેવતાઓને આપ્યા હતા હનુમાનજીને આટલા વરદાન જેનાથી તેઓ શક્તિશાળી બન્યાઃ-

1-ભગાવન સૂર્યએ હનુમાનજીને પોતાનું તેજનો સોમો ભાગ આપતા કહ્યું કે જ્યારે તેમાં શાસ્ત્ર અધ્યયન કરવાની શક્તિ આવી જશે, ત્યારે હું જ તેને શાસ્ત્રોનું જ્ઞાન આપીશ, જેનાથી તે સારો વક્તા બની શકે અને શાસ્ત્રજ્ઞાનમાં તેની સમાનતા કોઈ જ નહીં કરી શકે.

2-ધર્મરાજ યમે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તે મારા દંડથી અવધ્ય અને નિરોગી હશે. કુબેરે વરદાન આપ્યું હતું કે આ બાળને યુદ્ધમાં ક્યારેય વિષાદ નહીં થાય અને મારી ગદા સગ્રામમાં પણ તેનો વધ નહીં કરી શકે.

3- ભગાવન શંકરે એવું વરદાન આપ્યું હતું કે તે મારા અને મારા શસ્ત્રો દ્વારા પણ અવધ્ય રહેશળે. દેવ શિલ્પી વિશ્વકર્માએ વરદાન આપ્યું કે મારા બનાવેલ જેટલા પણ શસ્ત્ર છે, તેનાથી અવધ્ય રહેશે અને ચિરંજીવી રહેશે.

4-દેવરાજ ઈન્દ્રએ હનુમાનજીને એવું વરદાન આપ્યું કે આ બાળક આજથી મારા વજ્રથી પણ અવધ્ય રહેશે.

5-જળદેવતા વરુણે એવું વરદાન આપ્યું કે દસ લાખ વર્ષની ઉંમર થઈ જાય તો પણ મારા પાશ અને બળથી આ બાળકનું મૃત્યુ નહીં થાય.

6-પરમપિતા બ્રહ્માએ હનુમાનજી વરદાન આપ્યું કે તે બાળક દીર્ધાયું, મહાત્મા અને બધા પ્રકારના બ્રહ્મ દંડોથી પણ મારી નહીં શકાય. યુદ્ધમાં કોઈ પણ જીતી નહીં શકે. તેઓ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકશે. તેમની ગતિ તેમની ઈચ્છા પ્રમાણે જ તેજ કે ધીમી થઈ શકશે.