ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

28 ઑક્ટોબર, 2016

કાલે ધનતેરસ, આ મંત્રનો જાપ કરનારને ભગવાન કુબેર આપે છે અનંત વૈભવનું વરદાન

કાલે ધનતેરસ, આ મંત્રનો જાપ કરનારને ભગવાન કુબેર આપે છે અનંત વૈભવનું વરદાન

   

ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને આરોગ્યનું વરદાન આપતાં ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ભગવાન કુબેર પૃથ્વી પરની તમામ ધન સંપત્તિના સ્વામી છે. તેઓ ભગવાન શંકરના પ્રિય સેવક પણ છે. ધનના દેવતા કુબેરને મંત્ર સાધનાથી સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. તેમાં પણ ધનતેરસના દિવસે આ વિશેષ મંત્રોના જાપ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. કુબેર મંત્રોનો જાપ દક્ષિણ તરફ મુખ રાખીને કરવા, આ મંત્ર અત્યંત દુર્લભ છે.

મંત્ર
ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम: 

આ મંત્ર સિવાય તમે નીચે આપેલા ત્રણમાંથી કોઈ એક મંત્રને પણ સિદ્ધ કરી અને જાપ કરી શકો છો. કોઈપણ એક મંત્રનો દસ હજાર વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે, તે સિદ્ધ થતા ભગવાન કુબેર અનંત વૈભવની પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.

અષ્ટાક્ષર મંત્ર- ॐ वैश्रवणाय स्वाहा: 
ષોડશાક્ષર મંત્ર-  ॐ श्री ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नम:
પંચ ત્રિંશદક્ષર મંત્ર- ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धन धान्याधिपतये धनधान्या समृद्धि देहि दापय स्वाहा