ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

11 ઑક્ટોબર, 2015

ચોપડા ખરીદીના મુહૂર્ત 2 નવે.થી: ધનતેરસ 9મીએ: દિવાળી-ચોપડાપૂજન 11 નવેમ્બરે

તા.૨૨મી ઓક્ટોબરે વિજયાદશમી છે ત્યારથી વેપારી વર્ગ ચોપડા નોંધાવી શકશે. જ્યારે વિક્રમ સંવત-૨૦૭૧ની ધનતેરશ, તા.૯ નવેમ્બરે અને દિવાળી, તા.૧૧મી નવેમ્બરે છે ત્યારે જયોતિષાચાર્ય દિલીપભાઇ ત્રિવેદી એ દિવાળીના શુભમુહૂર્ત આપ્યાં છે, જે અંતર્ગત ચોપડા નોંધાવવા, ખરીદીથી માંડી વિવિધ પૂજન, પેઢી ખોલવાના મુહૂર્ત પણ છે. જે આ મુજબ છે:

> ચોપડા નોંધાવવાનું મુહૂર્ત

૧. આસો સુદ નવમી: ગુરુવાર, તા.૨૨ ઓક્ટોબર, ૨૦૧૫, વિજયાદશમી, રવિયોગ અહોરાત્રનાં રોજ સવારે ૬.૪૦થી ૮.૦૫ સુધીનો સમય ગુરુની હોરા, શુભ ચોઘડિયું ઉત્તમ. સવારે ૧૦.૫૮થી ૧૫.૧૫ ચલ, લાભ અને અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ.
૨. આસો સુદ દસમી: શુક્રવાર, તા.૨૩ ઓક્ટોબર, ૨૦૧૫નાં રોજ સવારે ૮.૦૬થી ૧૦.૫૮ લાભ અને અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ. બપોરે ૧૨.૨૩થી ૧૩.૪૯ શુભ ચોઘડિયું, વિજય અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ.

> નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવાનું મુહૂર્ત

નવા વર્ષના ચોપડા લાવવા-ખરીદવા, કમ્પ્યૂટર સ્ટેશનરી ખરીદવા માટેનાં શુભ મુહૂર્ત
૧. આસો વદ સાતમ: સોમવાર, તા.૨ નવેમ્બર, ૨૦૧૫નાં રોજ બળવાન રવિયોગ,
સવારે ૬.૪૬થી ૮.૧૦ સુધીનો સમય અમૃત
ચોઘડિયું, ચંદ્રની હોરા શ્રેષ્ઠ.
૨. આસો વદ આઠમ, મંગળવાર, તા.૩ નવેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરે ૧૨.૦૦થી ૧૩.૪૮ લાભ-અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ, વિજય અભિજીત મુહૂર્ત સમન્વિત શ્રેષ્ઠ સમય. ૧૫.૧૨થી ૧૭.૫૪ શુક્ર, બુધની હોરા શ્રેષ્ઠ, શુભ ચોઘડિયું તેમજ પુષ્ય નક્ષત્રમાં ૧૭.૫૪ પહેલાં સ્ટેશનરી, સોનું, ચાંદી, ઝવેરાત ખરીદવા, ધારણ કરવા શ્રેષ્ઠ.

> ધનતેરશ આસો વદ-૧૩, સોમવાર, તા.૯ નવેમ્બર, ૨૦૧૫

આ દિવસે સવારે ૬.૫૦થી ૮.૧૩ સુધી ચંદ્રની હોરા અને અમૃત ચોઘડિયું ઉત્તમ.
સવારે ૯.૩૭થી ૧૧.૦૦ ગુરુની હોરાનો ઉત્તરાર્ધ અને શુભ ચોઘડિયું શ્રેષ્ઠ.
સવારે ૧૧.૫૯થી ૧૨.૪૭ શુક્રની હોરા ઉત્તમ.
વિજય અભિજીત મુહૂર્ત બપોરે ૧૨.૫૧થી ૧૪.૫૧ બુધ અને ચંદ્રની હોરાઓ તથા
બપોરે ૧૫.૧૦થી ૧૯.૨૦ લાભ, અમૃત અને ચલ ચોઘડિયાં તેમજ ગુરુ અને શુક્રની હોરાઓ શ્રેષ્ઠ લક્ષ્મીકૃપાદાયી.
સાંજે ૭.૫૧થી ૯.૫૧ સુધી ચંદ્રની હોરા, ઉત્તમ લક્ષ્મીદાયક.
રાત્રે ૧૦.૦૭થી ૧૧.૩૦ લાભ ચોઘડિયું અને ગુરુની હોરા લક્ષ્મી મહેરકર્તા
મધ્યરાત્રિ ૦૦.૫૩થી ૨૭.૪૦ શુભ, અમૃત ચોઘડિયાં તેમજ શુક્ર, બુધની હોરાઓ લક્ષ્મીવૃદ્ધિકર્તા.
આ સમયગાળા દરમિયાન મહાલક્ષ્મી-ધન પૂજન, ધન્વન્તરિ ભગવાનનું પૂજન, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રોનું સ્થાપન કરી શકાય. ઉપાસના મંત્ર - આ દિવસે 'ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:' - મંત્રનો જાપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે.

> કાળીચૌદશ-નર્ક ચતુદર્શી, આસો વદ-૧૪, મંગળવાર,

તા.૧૦ નવેમ્બર, ૨૦૧૫
કાળીચૌદશની રાત્રિએ મહાકાળી, ભૈરવ, હનુમાન, નરસિંહ તથા સમસ્ત વીર-પીર તમામ દેવોની મહાપૂજા, આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે મશીનરી-યંત્રની પૂજા કરવી. સવારે ૮.૧૮થી રાત્રિ પર્યંત ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે. ઉપાસના મંત્ર 'ઓમ્ ક્રીં, કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી, સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે', 'ઓમ્ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:'

> દિવાળી, શારદા-ચોપડાપૂજન, બુધવાર, તા.૧૧ નવેમ્બર, ૨૦૧૫

દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ - એ શક્તિઓની રાત્રિ ગણાય છે. જે અંતર્ગત ધનતેરસે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદશ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે, ત્રણે દેવીઓનું સ્થાપન-પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે છે. જેના શુભ સમય આ મુજબ છે :
૧. સવારે ૬.૫૧થી ૮.૧૪ સુધી વેપાર માટે તુલા લગ્ન બળવાન, લાભ ચોઘડિયું, બુધ, ચંદ્રની હોરા (કર્ક-વૃશ્ચિક-મીન રાશિ સિવાય) શ્રેષ્ઠ.
૨. સવારે ૮.૧૪ થી ૯.૩૭ સુધી વૃશ્ચિક લગ્ન, ચંદ્રની હોરાનો ઉત્તરાર્ધ, અમૃત ચોઘડિયું ઉત્તમ (મેષ, સિંહ અને ધન રાશિ સિવાય)
૩. સવારે ૯.૩૭થી ૧૧.૪૨ ધન લગ્ન. ગુરુની હોરા ઉત્તમ. (વૃષભ-કન્યા અને મકર રાશિ સિવાય)
૪. સવારે ૧૧.૪૫થી ૧૩.૫૧ મકર લગ્ન, શુભ ચોઘડિયાંનો ઉત્તરાર્ધ અને શુક્રની હોરા શ્રેષ્ઠ. (મિથુન-તુલા અને કુંભ રાશિ સિવાય)
૫. બપોરે ૧૩.૫૧થી ૧૫.૫૧ સ્થિર કુંભ લગ્ન, ગુરુ કેન્દ્રમાં, ચંદ્ર-બુધની હોરાઓ ઉત્તમ. (કર્ક-વૃશ્ચિક અને મીન રાશિ સિવાય)
૬. સાંજે ૧૬.૩૩થી ૧૮.૧૨ મેષ લગ્નમાં ગુરુ ત્રિકોણમાં, લાભ ચોઘડિયું ઉત્તમ, ગુરુની હોરા ઉત્તમ. (વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)
૭. સાંજે ૧૮.૧૨થી ૨૦.૧૦ સ્થિર વૃષભ લગ્ન, શુભ ચોઘડિયાંનો આરંભિક ભાગ, શુક્રની હોરાનો પ્રારંભિક ભાગ ઉત્તમ (મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)
૮. રાત્રે ૨૦.૧૦થી ૨૨.૨૪ મિથુન લગ્ન, શુભ-અમૃત ચોઘડિયાં શ્રેષ્ઠ, શુક્ર, બુધ, ચંદ્રની હોરાઓ શ્રેષ્ઠ (કર્ક-વૃશ્વિક-મીન રાશિ સિવાય)
૯. રાત્રે ૨૨.૨૪થી ૨૪.૪૦ સુધી કર્ક લગ્ન,