ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

11 ઑક્ટોબર, 2015

સોમવારે સર્વ પિતૃ અમાસ, આ સોમવતી અમાસ છે શ્રાદ્ધનો છેલ્લો દિવસ

જો શ્રાદ્ધ પક્ષ ચૂકી ગયા હોય તો સર્વ પિતુઓના આત્માઓની શાંતિ અને મુક્તિ માટે સોમવારી અમાસ છેલ્લી તક. આપો પિતૃઓને શાંતિ તો તમે મેળશો સુખ-શાંતિ. શાસ્ત્રોમાં સોમવતી અમાસનુ ખૂબ મહત્વ માનવામાં આવ્યુ છે. જો સોમવતી અમાસ શ્રાદ્ધ પક્ષમાં આવે તો આ જીવનની સૌથી ઉત્તમ શ્રણ હોય છે. જ્યારે વ્યક્તિ પોતના પર આવનારી મોટામાં મોટી સમસ્યાનુ જાતે જ સમાઘાન કરી શકે છે.

સોમવાર ચન્દ્રમાને સમર્પિત છે. જેણે જ્યોતિષમાં મનનો કારક માનવામાં આવે છે.

સોમવારે મૌન રહીને સ્નાન ધ્યાન કરવાથી સહસ્ત્ર ગોદામનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.  હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આ અશ્વત્થ પ્રદક્ષિણા વ્રતની પાણ સંજ્ઞા આપવામાં આવી છે. અશ્વત્થ મતલબ પીપળાનુ વૃક્ષ. આ દિવસે પીપળાની સેવા, પૂજા પરિક્રમાનુ વિશેષ મહત્વ છે.  આ વખતે સોમવતી અમાસ 12 ઓક્ટોબરના રોજ છે. જે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ પણ છે.  આવો જાણીએ આવાજ કેટલાક ઉપાય જેને આ દિવસે કરીને આપણે આપણા ભાગ્યને બદલી શકીએ. 

1. શ્રાદ્ધમાં આવનારી સોમવતી અમાસના દિવસે પોતાના પિતૃઓના નામ પર દાન-પુણ્ય કરવુ જોઈએ. વિશેષ રૂપે ગાય, ભિખારી અને નાના બાળકોને ખાવાનું ખવડાવવાથી પિતૃ દોષ દૂર થાય છે. આવનારા બધા સંકટ ટળે છે. જો શક્ય હોય તો તેમણે દક્ષિણા પણ દાન કરો.

2. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધા મનોરથ પૂરા થાય છે. આ દિવસની પૂજા અને મંત્રજાપથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથ અકાળમૃત્યુને પણ ટાળી દે છે.

3. આ દિવસે પીપળાના પૂજનમાં દૂધ, દહીં, ગળ્યુ, ફળ, ફૂલ, જળ, જનોઈ જોટો ચઢાવવાથી અને દિપક ચઢાવવાથી ભકતોની બધી મનોકામના પુર્ણ થાય છે. એવુ કહેવાય છે કે પીપળના મૂળમાં ભગવાન વિષ્ણુ અને થડમાં ભગવાન શિવજી અને અગ્રભાગમાં ભગવાન બ્રહ્માજીનો વાસ છે. તેથી સોમવતી અમાસના દિવસે પીપળાના પૂજનથી અક્ષય પુણ્ય લાભ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.