ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

7 ઑક્ટોબર, 2015

નવરાત્રિ: આ વર્ષે બે એકમ, આઠમ-નોમનાં હવન એક જ દિવસે

શારદીય નવરાત્રિનો પ્રારંભ તા.૧૩મી ઓક્ટોબરથી થઇ રહ્યો છે ત્યારે જે પણ શક્તિ ઉપાસકો સળંગ નવ દિવસ સુધી સાધના ન કરી શકે તે માટે અન્ય વિકલ્પો પણ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યા છે. આ વર્ષે બે એકમ અને આઠમ અને નોમનાં હવન પણ એક જ દિવસે થશે.

જણાવ્યું કે વિક્રમ સંવત-૨૦૭૧ની નવરાત્રિનો પ્રારંભ આસો સુદ પ્રતિપદા, તા.૧૩ ઓક્ટોબર, મંગળવારથી પ્રારંભ થઇ રહી છે. આ વર્ષે બે એકમ છે. સાથે જ આસો સુદ આઠમ, બુધવાર, તા.૨૧ ઓક્ટોબરનાં રોજ આઠમ અને નોમનો હવન કરવાનો રહેશે અને આ જ દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ પણ થશે. જ્યારે તા.૨૨મી ઓક્ટોબરનાં રોજ વિજયાદશમીનાં દિવસે વાહન પૂજન, શસ્ત્રપૂજન માટે ઉત્તમ સમય સાંજે ૪.૪૭ સુધીનો છે ત્યારબાદ વ્યતિપાત મહાપાત હોવાથી કોઇ શુભ કાર્ય કરવું નહીં.

જ્યારે કે જે પણ શક્તિ ઉપાસક, પ્રતિપદાથી નવમી સુધી સંપૂર્ણ નવરાત્ર કરવા સક્ષમ હોતાં નવરાત્રિના અન્ય ૬ પક્ષ છે. તૃતીયાથી નવમી સુધી સાત રાત્ર, પંચમીથી નવમી સુધી પાંચ રાત્ર, સપ્તમીથી નવમી સુધી ત્રણ રાત્ર, અષ્ટમીથી નવમી સુધી બે રાત્ર, કેવલ અષ્ટમી અથવા કેવલ નવમીએ પૂજન કરવું. પહેલો પક્ષ ન થઇ શકે તો બીજો તેમ જાણવું. નવદુર્ગાની ભક્તિ દુ:ખ-ભયનો નાશ, અતિશુભ-સર્વઉપકાર કરે છે.

તેમણે જણાવ્યું કે ભક્તો પર અનુકંપા કરવા માટે નવદુર્ગાઓનો વિસ્તાર થયો અને અનેક કુળદેવીઓ થયા. નવરાત્રિમાં પરંપરા અનુસાર સૌએ પોતાના ગુરુ અથવા વિદ્વાન બ્રાહ્મણની આજ્ઞા પ્રમાણે માતાજીની-પોતાની કુળદેવીની ઉપાસના કરવી જોઇએ. નવરાત્રિમાં પ્રાત:, મધ્યાહ્ન અને પ્રદોષકાલમાં પૂજનનું ઘણુ મહત્વ છે. સાધકે માતાજીને પોતાની ઇન્દ્રિયોના પશુ-સ્વભાવના ત્યાગરૂપ બલિ અર્પણ કરવી જોઇએ. માંસ ભક્ષણ ન કરવુ. નવરાત્રિમાં સૂતક હોય તો માતાજીનું પૂજન બ્રાહ્મણ દ્વારા કરાવવું જોઇએ. નવરાત્રિમાં બટુક, કુમારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન કરવુ જોઇએ.

તેમણે કહ્યું કે આ શારદીય નવરાત્રિ દરમિયાન "ઓમ્‌ ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે" - નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઇએ. જેનોઅર્થ છે - મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીરૂપે ચિત્ સત્ અને આનંદમયી હે ચણ્ડિકા! બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે અમે સર્વદા તારું ધ્યાન ધરીએ છીએ.

ઘટ સ્થાપન, કુંભ સ્થાપન, જ્વારારોપણનાં શુભ મુહૂર્ત
     આસો સુદ એકમ, તા.૧૩ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ છે ત્યારે ઘટ સ્થાપન, કુંભ સ્થાપન, જ્વારારોપણ માટે શુભ મુહૂર્ત આપતાં જણાવ્યું કે આ દિવસે સવારે ૫.૩૧થી ૬.૩૬ સુધીનો સમય અને સવારે ૧૦.૧૧થી ૧૨.૨૭ સુધીનો સમય ખૂબ જ શુભ છે.