ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

7 ઑક્ટોબર, 2015

આજનો તમારો બુધવાર કેવો નિવડશે જાણો

મેષઃ અગત્યનાં કામકાજોને આગળ ધપાવી શકશો. વિઘ્નો પાર થાય. સ્વજનથી મિલન.

વૃષભઃ કાર્ય સફળતા મેળવવા વધુ પ્રયત્નો જરૂરી સમજજો. સામાજિક પ્રસંગથી પ્રસન્નતા.

મિથુનઃ ખર્ચ અને ખરીદી પર કાબૂ રાખજો. મતભેદો અટકાવજો. આરોગ્ય સચવાય.

કર્કઃ વ્યાવસાયિક બાબતો અને અગત્યના કાર્ય અંગે સાનુકૂળ તક આવી મળે. ખર્ચ જણાય.

સિંહઃ મિલન-મુલાકાત, પ્રવાસ અંગે સાનુકૂળતા. તબિયત અંગે ઠીક.  નાણાભીડ  દૂર થાય.

કન્યાઃ આપની ગૂંચવાયેલી સમસ્યા હલ થતી લાગે. મિત્ર ઉપયોગી થાય. પ્રવાસ મજાનો રહે.

તુલાઃ ધીરજ, સંયમ અને સમાધાન રાખશો તો આનંદ-સફળતા- લાભ આવી મળે.

વૃશ્રિકઃ તમારી અંતઃકરણની વ્યથા-બેચેની દૂર થતી જાશે. ઉત્સાહિત હકારાત્મક બનશો તો સફળતા મળે.

ધનઃ અંતઃકરણમાં ઉદાસીનતા હશે તો હવે પ્રસન્નતા સર્જાય. આવક કરતાં જાવક વધવા ન દેશો.

મકરઃ મનની મુરાદ બર આવતી જણાય. સાનુકૂળ તક મળે. ગૃહવિવાદ ટાળજો.

કુંભઃ ખોટા વિચારો અને નકારાત્મક વલણ છોડીને કાર્ય કરવાથી પ્રગતિ જણાય.

મીનઃ લાગણીઓથી ચાલવાના બદલે વ્યવહારથી ચાલવાથી શાંતિ સુખાકારી રહે.

પંચાંગઃ

સૂર્યોદયાદિ    સૂર્યોદય    નવકારશી       સૂર્યાસ્ત
અમદાવાદ :     ૬-૩૪      ૭-૨૨        ૧૮-૨૧

દિવસનાં ચોઘડિયાં :   ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ, ૮. ઉદ્વેગ.

દસમનું શ્રાદ્ધ, મંગળ પૂર્વા ફાલ્ગુનીમાં, બુધ દર્શન પૂર્વમાં
વિક્રમ સંવત : ૨૦૭૧, ભાદરવા વદ દસમ, બુધવાર, તા. ૭-૧૦-૨૦૧૫.
વીર (જૈન)  સંવત : ૨૫૪૧.
શાલિવાહન શક : ૧૯૩૭.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૭.
રાષ્ટ્રીય દિનાંક :  ૧૫-આશ્વિન.
પારસી માસ : અરદી બેહેસ્ત. રોજ :  ૨૧-રામ.
મુસ્લિમ માસ :  જિલ્હેજ. રોજ :  ૨૩.
દૈનિક તિથિ :  વદ દસમ ક. ૧૭-૦૯  સુધી.
ચંદ્ર નક્ષત્ર :   પુષ્ય ક. ૧૦-૫૭ સુધી પછી આશ્લેષા.
ચંદ્ર રાશિ  :  કર્ક (આખો દિવસ).
જન્મ નામાક્ષર  :   કર્ક (ડ.હ.).
કરણ :  વિષ્ટિ/બવ/ બાલવ.
યોગ :   સિદ્ધ ક. ૧૭-૫૧ સુધી પછી સાધ્ય.

વિશેષ પર્વ :  દસમનું શ્રાદ્ધ. વિષ્ટિ (ભદ્રા) ક. ૧૭-૦૯ સધી. * આજથી વહેલી સવારે પૂર્વ દિશામાં બુધ દર્શન થશે. * મંગળ આજથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે છે. * સહજાનંદ સ્વામી તથા યોગીજી મહારાજનું સ્મૃતિપર્વ. * કૃષિ જ્યોતિષ : આજે લોન-કરજ- દેવું કરવાની સલાહ નથી. સવારે ક. ૧૦-૫૭ સુધી હળખેડ, વાવણી, રોપણી માટે અનુકૂળ. કાપણી, લણણી, નીંદામણ તથા પશુઓની લેવડદેવડ માટે શુભ દિવસ. ગંજબજારનો અભ્યાસ કરી માલ વેચાણની કામગીરી થઈ શકે. તેલીબિયાં, એરંડામાં સુધારા તરફી યોગ જોવા મળે. કઠોળમાં મજબૂતાઈ સૂચક યોગ બને છે. રાહુકાલ :  દિવસે  ક. ૧૨-૦૦  થી  ૧૩-૩૦.