ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

4 ઑક્ટોબર, 2015

પિતૃદોષનું કરો નિવારણ નહિં તો થઈ જશો પાયમાલ

પિતૃઓ એટલે પૂર્વજો કે જેઓ પ્રેતયોનિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આવા બધા જ પૂર્વજો આજે આપણી વચ્ચે ભલે ન હોય, પરંતુ મોહવશ અથવા કસમયે મૃત્યુ થવાને કારણે આજે પણ મૃત્યુલોકમાં ભટકી રહ્યાં છે. અર્થાત્ તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. તે બધાની શાંતિ માટે પિતૃદોષ નિવારણના ઉપાય કરવામાં આવે છે.

આ પૂર્વજો સ્વયં પીડિત હોવાને કારણે તથા પ્રેતયોનિમાંથી મુક્ત થવા માગે છે, પરંતુ જ્યારે આવનારી પેઢી તેમને ભૂલી જાય છે ત્યારે પિતૃદોષ ઉત્પન્ન થાય છે. જન્મકુંડળીના નવમા સ્થાનમાં જ્યારે સૂર્ય-રાહુની યુતિ હોય ત્યારે પિતૃયોગ બની રહ્યો છે તેવું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સૂર્ય તથા રાહુ જે સ્થાનમાં બેઠા હોય તે સ્થાનના ફળને નષ્ટ કરી નાખે છે. વ્યક્તિની કંુડળીમાં આ એક એવો દોષ છે જે બધા જ પ્રકારનાં દુઃખો એકસાથે આપવાની ક્ષમતા ધરાવે છે. આ દોષોને પિતૃદોષના નામે ઓળખવામાં આવે છે.
પિતૃદોષનો પ્રભાવ

જન્મકુંડળીમાં સૂર્ય તથા ગુરુ ગ્રહ પિતા તથા ગુરુજનોનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં આ ગ્રહોના પીડિત હોવા પર કુંડળીમાં પિતૃદોષ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ, સૂર્ય અને ગુરુ ગ્રહોની યુતિ, દૃષ્ટિ તથા રાશિ પરિવર્તન પિતૃદોષ ઉત્પન્ન કરે છે. પિતૃદોષને કારણે જાતકે બહુ મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જેમ કે,

નડતરઃ

     કાર્યમાં અસફળતા.
     સંતાનોત્પત્તિમાં બાધા અથવા સંતાનહાનિ.
     વિવાહ ન થવા અથવા વિલંબથી થવા.
     નોકરી તથા વેપારમાં હાનિ.
     સંપત્તિને થતું નુકસાન.
     સરકાર અથવા શત્રુપક્ષ દ્વારા થતી મુશ્કેલીઓ.

પિતૃદોષના ઉપાય

શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની તિથિએ શ્રાદ્ધ-તર્પણ કરવું.
ખીર-પૂરીનો વાસ કાગડાઓને નાખવો અને ઘરના દરેક લોકોએ સાથે બેસીને ભોજન કરવું.
પિતૃદોષની શાંતિ માટે નારાયણ બલિ અને નાગબલિની વિધિ કરાવવા માટે શ્રાદ્ધપક્ષ ઉત્તમ છે.
પીપળા અને વડના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદોષમાં શાંતિ થાય છે. પીપળાનું વૃક્ષ કોઈ નદીના કિનારે ઉછેરવું અને તેનું પૂજન કરવું. સાથે સોમવતી અમાસના દિવસે ખીર બનાવીને પિતૃઓને અર્પણ કરવાથી દોષ શાંત થાય છે.
દરેક અમાસે એક બ્રાહ્મણને ભોજન કરાવીને વસ્ત્ર-દક્ષિણા ભેટ આપવાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે.
પોતાનાં માતા-પિતા, ભાઈ-બહેનની યથાશક્તિ સેવા કે મદદ કરવી.
દરેક અમાસના દિવસે સળગતા કોલસા કોડિયામાં મૂકીને તેમાં ખીરનો ભોગ ધરાવીને દક્ષિણ દિશામાં પિતૃઓનું આવાહન કરવું તથા તેમની પાસે પોતાનાં ખરાબ કર્મોની ક્ષમા માગવી.
સૂર્યોદયના સમયે કોઈ આસન પર ઊભા રહીને સૂર્ય સામે જોઈને તેમને શક્તિ આપવાની પ્રાર્થના કરવી તથા ગાયત્રી મંત્રનો જાપ કરવો. આમ કરવાથી સૂર્ય ગ્રહ બળવાન બને છે.
સોમવતી અમાસના દિવસે પિતૃદોષ નિવારણની પૂજા કરવાથી પણ પિતૃદોષમાં લાભ મળે છે. સોમવતી અમાસ અથવા નાગપંચમીના દિવસે દોષની શાંતિ કરાવવી, તેનાથી ચોક્કસ લાભ થશે.
'ॐ કાલ સર્પેભ્યો નમઃ ।' મંત્ર બોલતાં બોલતાં કાચા દૂધને ગંગાજળમાં મિલાવીને તેમાં કાળા તલ નાખવા. ત્યારબાદ વડના વૃક્ષમાં દૂધની ધારા વહાવીને અગિયાર વાર પરિક્રમા કરો અથવા શિવલિંગ પર 'ॐ નમઃ શિવાય ।' મંત્ર બોલતાં બોલતાં ચઢાવો. આ પ્રયોગથી સર્પદોષમાંથી મુક્તિ મળી જશે.
'ॐ નવકુલ નાગાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત્ ।' મંત્રનો રુદ્રાક્ષની માળાથી યથાશક્તિ જાપ કરવો.
ઘર, દુકાન કે ઓફિસમાં રસ્તા કે મેદાન પરથી મળેલું મોરનું પીંછું રાખવું.
શનિવારના દિવસે તાજા મૂળાનું દાન કરો.
કોલસાને વહેતા જળમાં વહાવો.