ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

9 ઑક્ટોબર, 2015

જાણી લો કુંડળીમાં કેવી રીતે રયાય છે લક્ષ્મી યોગ

જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અનુસાર ધનદાયક યોગ જણાવવામાં આવ્યા છે, પરંતુ દેવગુરુ બૃહસ્પતિને ધનદાયક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જેની જન્મકુંડળીમાં ચંદ્રમાની આગળ કે પાછળ કોઈ ગ્રહ ન બેઠો હોય તો કેમદ્રુમ યોગનું નિર્માણ થાય છે. આ યોગને કારણે જાતકને હંમેશાં ધનની ઊણપ વર્તાય છે અને આ સમસ્યા ત્યારે વધારે ગંભીર થઈ જાય છે, જ્યારે ચંદ્રની મહાદશા, શનિની સાડાસાતી અથવા શનિની મહાદશા ચાલી રહી હોય.

જેમની જન્મકુંડળીમાં ગુરુ હંસ યોગમાં હોય અથવા સ્વરાશિ હોય કે પછી મૂળ ત્રિકોણમાં હોય તો વ્યક્તિ ધનવાન બને છે. જો જાતકની જન્મકુંડળીમાં દ્વિતીયેશ, ત્રિકોણેશ, એકાદશ સ્થાન તથા નવમેશ, દશમેશ પોતાની ઉચ્ચ રાશિમાં બેઠો હોય કે મિત્ર ગ્રહોની સાથે બેઠો હોય તો જાતક ધનવાન બને છે. આ ગ્રહોની સાથે સ્થાન પરિવર્તન યોગ પણ ધનદાયક યોગનું નિર્માણ કરે છે.

જો લગ્નેશ, દ્વિતીયેશ, ભાગ્યેશ, કર્મેશ આ બધાનો સંબંધ બારમા સ્થાન સાથે હોય અથવા બધા જ ગ્રહ બારમા સ્થાનમાં બેઠા હોય તો જાતક વિદેશમાં જઈને ધન અર્જિત કરે છે અને ધનવાન બને છે.

જન્મકુંડળીમાં ચંદ્ર તથા મંગળનો યોગ લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે, જેમની કુંડળીમાં ચંદ્ર તથા મંગળ સ્વરાશિ, પોતાની મિત્રરાશિ અથવા પોતાની ઉચ્ચ અવસ્થામાં હોય તો જાતક અપાર ધન-સંપત્તિનો સ્વામી બને છે, પરંતુ જેમની રાશિ વૃશ્ચિક હોય અને તેમની કુંડળીમાં આ યોગ હોય તો લક્ષ્મીયોગનો પ્રભાવ ઓછો થઈ જાય છે, તેનું કારણ ચંદ્રની નીચ રાશિ વૃશ્ચિક છે. બરાબર આ જ રીતે જેમની કુંડળીમાં ચંદ્ર વૃષભ રાશિનો હોય અથવા જેમની વૃષભ રાશિ હોય અને તેમની કુંડળીમાં ચંદ્ર તથા મંગળનો લક્ષ્મીયોગ હોય તેઓ ચોક્કસ ધનવાન બને છે. તેઓ પોતાની જિંદગીમાં સૌથી વધારે ધન ચંદ્ર અને મંગળની મહાદશામાં કમાશે. જે લોકોની જન્મકુંડળીમાં આ મહાદશા બાળપણમાં જ વીતી ચૂકી હોય તેમણે ધનપ્રાપ્તિ તેમના શુભ ગોચર અને આ ગ્રહોના મિત્ર ગ્રહોની મહાદશા જ્યારે પ્રત્યંતર દશા આવશે ત્યારે ધન અવશ્ય કમાશે.

આ જ રીતે કોઈની જન્મકુંડળીમાં ઉચ્ચનો શુક્ર હોય અથવા સ્વરાશિનો શુક્ર પોતાના મૂળ ત્રિકોણમાં, કેન્દ્ર ત્રિકોણ કે અગિયારમા સ્થાનમાં બેઠો હોય તો માલવ્ય યોગનું નિર્માણ થાય છે. જેમની કુંડળીમાં માલવ્યયોગ હોય છે તેઓ ધનવાન, ઐશ્વર્યવાન અને પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે.

ધનપ્રાપ્તિનાં માધ્યમ
તમારો કર્મેશ, ભાગ્યેશ, લગ્નેશ નિર્બળ હોય અથવા છઠ્ઠા સ્થાન સાથે સંબંધ બનાવી રહ્યો હોય તો જાતકે વેપારની અપેક્ષાએ નોકરી કરવી સારી રહેશે. આ જ રીતે જેમનો ધનેશ, ચતુર્થેશ, કર્મેશ બળવાન હોય તેમણે વેપાર કરવો જોઈએ.

જે ગ્રહની મહાદશા ચાલી રહી હોય અને તે ગ્રહ જો શુભ પ્રભાવમાં હોય તો તેની સાથે સંબંધિત વ્યાપાર કર્મ કરવું જોઈએ. જેમ કે, સૂર્ય, મંગળની મહાદશાના સમયે રાજકારણ, જમીન, વાહન વગેરેનું વેપાર કર્મ કરવું શુભદાયી રહે છે. આ જ રીતે ચંદ્ર, શુક્ર, બુધની મહાદશા હોય ત્યારે કલા, ફેશન ડિઝાઇન, સૌંદર્ય અને સુંદર વસ્ત્રો સાથે સંબંધિત કાર્ય શુભ ફળદાયી હોય છે. ગુરુની મહાદશા હોય ત્યારે શિક્ષણજગત સાથે જોડાયેલો વેપાર, કર્મ કરવાથી ધન અને માન-સન્માન પ્રાપ્ત થાય છે. આ જ રીતે શનિ, રાહુ કે કેતુની મહાદશા હોય ત્યારે પેટ્રોલિયમ, લોખંડ, કેમિકલ, ચામડાંનો વેપાર વધારે શુભદાયક રહે છે.