ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

8 ઑક્ટોબર, 2015

કપૂર બચાવે છે આકસ્મિક ઘટનાથી, કરો રોજ કપૂર આરતી

દેવતાઓની આરતી કરવાની પરંપરા છે. આરતીમાં કપૂરના પ્રયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક  એમ બે પ્રકારનાં તત્વો છુપાયેલા છે.

1. કપૂર આમ તો સુગંધિત પદાર્થ હોય છે. એના દ્હનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. જેનાથી વાતાવરણમાં સતોગુણની વૃદ્ધિ થાય છે અને મન સરળતાથી ભક્તિભાવમાં દૃઢ થઈ જાય છે.
2. આરતી કરતા સમયે કપૂરની સુગંધથી ભગવાન પણ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.
3. ધર્મગ્રંથો મુજબ કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષ નાશ થાય છે.
4 વૈજ્ઞાનિક અનુસંધાન મુજબ સળગતા કપૂરની સુગંધમાં રોગ ફેલાવતાવાળા જીવાણુ વિષાણું વગેરેનો નાશ કરવાની ક્ષમતા હોય છે જેથી રોગ ફેલાવાનો ભય નહી રહે.
5. રાતે સૂતા સમયે કપૂર સળગાવતા ઉંઘ સારી આવે છે દરરોજ સવારે સાંજે કપૂર સળગાવવાથી ઘરમાં કોઈ આકસ્મિક ઘટના કે દુર્ઘટના નહી થાય.
6. ઔષધિના રૂપમાં
* કપૂરના તેલ ત્વચામાં લોહીના સંચારને સહજ બનાવે છે.
* આર્થરાઈટિસના દુખાવાથી રાહત મેળવવા કપૂરના તેલ કે મરહમ લગાવી શકાય છે.
* કફના કારણે છાતીમાં બળતરા થતા કપૂર લગાડો.