ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

3 નવેમ્બર, 2015

પૂજામાં વપરાતું કપૂર છે શ્રેષ્ઠ ઔષધી, જાણો તેના 15 જબરદસ્ત ફાયદાઓ

આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પૂજાની કેટલીક વસ્તુઓ બહુ જ ફાયદાકારક હોય છે. એવી જ એક વસ્તુ છે કપૂર, તેનો પ્રયોગ અનેક બીમારીઓમાં કરવામાં આવે છે. કપૂરને આયુર્વેદમાં એક ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. આમ કપૂર અને કપૂરનું તેલ બહુ જ ફાયદાકારક હોય છે. પૂજામાં ઉપયોગ થતાં કપૂરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. કપૂરનો ઉપયોગ અનેક જાતના મલમ બનાવવામાં પણ કરવામાં આવે છે. સૌંદર્યને નિખારવા, ત્વચાની સમસ્યાઓ અને એલર્જીમાં પણ કપૂર બહુ જ લાભકારક હોય છે. જેથી આજે અમે તમને કપૂરના કેટલાક ઉપયોગ અને પ્રયોગવિધિ જણાવીશું, જેની મદદથી તમે તમારી સમસ્યા પ્રમાણે કપૂરનો પ્રયોગ કરી શકશો.

- કપૂરથી તૈયાર તેલ દ્વારા શરીરના રક્તનો સંચાર યોગ્ય રીતે થાય છે. શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મેળવી શકાય છે. ગઠિયાના રોગીઓ માટે આ તેલની માલિશ તરત આરામ આપનારી હોય છે.

-શરીરના કોઈ ભાગ કે અંગ પર ખાલી ચડતી હોય તો તેના પર જો કપૂરનું તેલ લગાવવામાં આવે તો તરત રાહત થાય છે.
-ઉબટનમાં પણ થોડું કપૂર મિક્ષ કરીને લગાવવાથી ત્વચા ચમકીલી બને છે.

-ત્વચા માટે કપૂર બહુ જ ફાયદાકારક હોય છે. આ કોશિકાઓને મજબૂત બનાવે છે અને આનાથી ત્વચામાં નિખાર આવે છે. કપૂર ખીલની સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. કપૂરનું તેલ જે જગ્યાએ ખીલ થયા હોય ત્યાં લગાડવાથી ખીલ તરત બેસી જાય છે અને ડાઘા પણ દૂર થાય છેય
 
-ખુજલી અને ચામડીમાં બળતરા જેવી ત્વચાની સમસ્યાઓ માટે જે તે ભાગે આ સમસ્યા હોય ત્યાં કપૂરનું તેલ લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

-વૈજ્ઞાનિક શોધ મુજબ જાણવા મળ્યું છે કે કપૂરની સુંગધ જીવાણું, વિષાણુ વગેરે બીમારી ફેલાવનારા જીવને નષ્ટ કરે છે, આનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને બીમારી થવાનો ભય પણ રહેતો નથી. જેથી તમે ઘરમાં કપૂરની ધૂપ પણ કરી શકો છો.